(એજન્સી)         યુરોપ, તા.ર

બલ્ગેરિયાએ મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા હિજાબ પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લાદ્યો છે. આ ઉપરાંત આ જ પ્રકારનું પગલું અન્ય યુરોપિયન સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. આ કાયદાનો દેશના એમ.ડી.એલ. તુર્કીશ લઘુમતી પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છતાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો સને તેમણે અન્ય પક્ષ પર આક્ષેપ લગાવ્યો કે તે કોમી અસહિષ્ણુતાની વાવણી કરી રહ્યા છે. આ પગલાના એ.આઈ. (એમનેસ્ટી ઈન્ટરનેશનલ)એ વખોડી કાઢ્યું હતું જે બલ્ગેરિયાની મુસ્લિમ લઘુમતી કોમની મહિલાઓ વિરૂદ્ધ છે. આ કોમ દેશની કુલ વસ્તીના ૧પ ટકા છે. આ કાયદો અસહિષ્ણુતા અને જાતિવાદના વલણમાંં વિક્ષેપ પાડનારો છે તેમ એ.આઈ.ના યુરોપિયન ડાયરેક્ટર જહોન દલહુસૈને જણાવ્યું હતું. બલ્ગેરિયાના વિવિધ શહેરોમાં સ્થાનિક ધોરણે પહેલાથી જ હિજાબ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત પૂર્વીય યુરોપિયન દેશોની નિંદા કરવામાં આવી છે. કારણ કે માનવાધિકાર સંગઠનોએ જણાવ્યું હતું કે તેમણે કઈ રીતે યુદ્ધગ્રસ્ત દેશોના આરય માંગનાર લોકો અંગે અપશબ્દો કહ્યા હતા.