ઈરાક અને મ્યાનમાર (બર્મા)માંથી વિસ્થાપિત કરાયેલી બાળકીઓ સમયની સાથે મોટી થતી જશે અને એક દિવસ તે દુઃખ અને દુર્ભાગ્યની પદવી મેળવશે. કોઈપણ જાતનું ચોક્કસ શિક્ષણ મેળવ્યા વગર અને શાળાના ઉંબરે પગ મૂક્યા વગર તે અમાનવીય અનુભવોની વિવિધ ટોપીઓ પહેરશે. અને જેનો તેમને ક્યારેય ભેટો નથી થયો તેવા પ્રેમ અને કરૂણાના અર્થને તે ખૂબ જ સહજતાથી વર્ણવશે. જ્યારે તે યુવાન બનશે ત્યારે તે ટોપી અને ગાઉન ધારણ કર્યા વગર માનવતાની અનુસ્નાતકની પદવી હાંસલ કરશે. જે તેની શૈક્ષણિક સિદ્ધિનું પ્રતીક હશે.

ઈરાકના પશ્ચિમ મૌસૂલમાં વિસ્થાપિત ઈરાકી બાળકી તે ઈમારત પાસેથી પસાર થઈ રહી છે જેને ઈરાકી દળો અને ઈસ્લામિક સ્ટેટના લડાકુઓ વચ્ચે થયેલી અથડામણમાં નુકસાન પહોંચ્યું હતું. બાળકીના ચહેરા પર દેખાતા નિર્દોષ ભાવને જોતા એવું લાગે છે કે આ માસૂમ બાળકી તેનો ખ્યાલ જ નથી કે ત્યાં શું બની રહ્યું છે.

યમનમાં સના ખાતે આવેલી એક યુનિવર્સિટીમાં સ્નાતકના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજાયો હતો તે સમયે આ યુવતીની તસવીર લેવામાં આવી હતી. જે સમાજના બે વિરૂદ્ધ પાસા દર્શાવે છે. જેમાં એક બાજુ ઈરાક બાળકીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાતું નજરે પડી રહ્યું છે. ત્યારે યમનની આ વિદ્યાર્થિનીએ પોતાના ઉજળા ભવિષ્ય તરફ વધુ એક ડગલું માંડ્યું છે.