મુંબઈ, તા.૭
બીજા હાફમાં પેનલ્ટી પર કરેલા ગોલની મદદથી પૈરાગ્વેએ ફીફા અન્ડર-૧૭ વિશ્વકપના ગ્રુપ-બીમાં માલીને ૩-રથી પરાજય આપ્યો. હાફ ટાઈમ સુધી બંને ટીમો ર-રથી બરાબર હતી. ત્યારબાદ રોડ્રિગેઝે પપમી મિનિટમાં પેનલ્ટી કિકથી ગોલ કરીને પૈરાગ્વેની જીત સુનિશ્ચિત કરી ડિયાણીના હેન્ડબોલના કારણે પૈરાગ્વેને આ પેનલ્ટી કિક મળી હતી જેને રોડ્રિગેઝે ગોલમાં ફેરવી માલીએ ઘણા મૂવ બનાવ્યા પણ મોટાભાગના સમયે તેના ખેલાડી લાંબા અંતરથી બોલને બારની ઉપરથી મારી બેઠા આ પહેલાં પૈરાગ્વેએ ૧રમી મિનિટમાં એન્ટોનિયો ગેલીનોના ગોલની મદદથી લીડ મેળવી હતી પાંચ મિનિટ બાદ માલીના ડીફેન્સની ખામીના કારણે પૈરાગ્વેએ સોએઝની મદદથી પોતાનો બીજો ગોલ કરી ર-૦ની લીડ મેળવી ત્રણ મિનિટ બાદ જો કે માલીએ ડ્રેમના ગોલથી ર૦મી મિનિટમાં સ્કોર ૧-ર કર્યો હતો.
પૈરાગ્વેએ માલીને ૩-રથી હરાવ્યું

Recent Comments