મોરબી, તા.૧૫
મોરબી શનાળા રોડ ઉપર કેનાલ નજીક આવેલ મફતિયાપરા ઝૂંપડામાં રહેતા કિન્નર શિલ્પા દેના ડ્રાઈવરને ઝૂંપડામાં જીવતો સળગાવી ઝૂંપડામાં આગ ચાંપી દીધી હતી. ડ્રાઈવર ઝૂંપડામાં જ ભડથુંુ થઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે કિન્નર શિલ્પા દે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમતા સનસની મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર મોરબી અને રાજકોટના કિન્નરોએ પૈસા ઉઘરાવવા મુદ્દે બંને કિન્નરોએ એક સંપ કરી મોતને ઘાટ ઉતરવાનો કારસો ઘડી કાઢી મોડીરાત્રે આ ડબલ મર્ડરકેસ હત્યાકાંડને અંજામ આપ્યો હોવાની કેફિયત આપી હતી. આ ડબલ મર્ડર પ્રકરણમાં મોરબી એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બંને કિન્નરોને દબોચી લીધા છે. જેમાં બંને કિન્નરોએ સનસનીખેજ ખુલાસાઓ કર્યા હતા કે, એકબીજાના વિસ્તારમાં પૈસા ઉઘરાવવા બાબતે આ ખુની ખેલ ખેલ્યો હતો અને ઝૂંપડામાંથી કિન્નર શિલ્પા દેના ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે ઝૂંપડામાં રહેતી રાગીની શિલ્પા દે (ઉ.વ.૪૦)નું ગંભીર રીતે દાઝી જવાથી રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજતાં મામલો ડબલ મર્ડરનો બન્યો હતો. જે ઘટનાની તપાસ મોરબી એ-ડિવિઝન પોલીસે આદરી હતી અને ઘટનાસ્થળે પહોંચતા ઝૂંપડા નજીક એક અલ્ટોકાર પડી હોવાનું અને કારમાં લાતો મારવામાં આવી હોવાના નિશાન જોવા મળ્યા હતા અને મોડીરાત્રે આ ઝઘડો થયાનું આસપાસના રહીશોએ જણાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે.