(એજન્સી) સાંબા, તા. ૧૩
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના રામગઢ સબ સેક્ટરમાં વિખ્યાત ચામલિયાલ દરગાહ નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ફરીવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ અધિકારી સહિત ચાર બીએસએફના જવાન શહીદ થયા હતા. બીએસએફે જણાવ્યું હતું કે તાજેતરમાં જ થયેલી ડીજીએમઓની બેઠકમાં યુદ્ધવિરામ માટે કટિબદ્ધ હોવાના વાયદો કરી પાકિસ્તાને ભારત સાથે દગો કર્યો છે. ચાર જવાનોના અંતિમ સંસ્કાર દરમિયાન દળોના મુખ્યમથક ખાતે બીએસએફના એડીજી કમલ નયન ચૌબેએ જણાવ્યું હતું કે, જ્યારે યુદ્ધવિરામ ચાલુ છે ત્યારે અમે અમારૂ ડિફેન્સ વધારી રહ્યા હતા અને ડિફેન્સના સામાન સાથે ટીમ જઇ રહી હતી. દરમિયાન પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને મોટા હથિયાર વડે તેમને ટાર્ગેટ કર્યા હતા તે બાદ મોર્ટાર મારો પણ કર્યો હતો. જેના કારણે જવાનો મોતને ભેટ્યા હતા.
શહીદ થયેલા બીએસએફના જવાનોમાં ત્રણ રાજસ્થાનના છે જેમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ જિતેન્દ્ર સિંહ, સબ ઇન્સપેક્ટર રજનીશ કુમાર, આસિસ્ટન્ટ સબઇન્સપેક્ટર રામનિવાસ અને કોન્સ્ટેબલ હંસરાજનો સમાવેશ થાય છે. જિતેન્દ્રસિંહ જયપુરના હતા, હંસરાજ ગુજ્જર અલવર અને રામનિવાસ સિકરના હતા જ્યારે રજનીશકુમાર ઉત્તરપ્રદેશના ઇટાહમાંથી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્ટિપલમાં સારવાર અપાઇ રહી છે. એડીજીએ કહ્યું કે પાકિસ્તાને ફરીવાર યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યું તે કમનસીબ બાબત છે. યુદ્ધવિરામની જાહેરાત થઇ ચુકી હતી, નિર્ણય લેવાઇ ગયો હતો. અમે અમારા નિર્ણય પર ઇમાનદારીથી વળગી રહ્યા હતા. પાકિસ્તાન આ નિર્ણયને કેવી રીતે નિભાવી રહ્યું છે. આ પહેલા જમ્મુ ફ્રન્ટીયરના ઇન્સપેક્ટર જનરલ રામ અવતારે કહ્યું હતું કે, આ બોર્ડર એક્શન ટીમ નહીં પરંતુ સરહદ પારથી ફાયરિંગ કરાયું હતું.

પાકિસ્તાને ભારતીય રાજદુતને બોલાવ્યા, યુધ્ધવિરામ બે તરફી પહેલ : બીએસએફ

નવીદિલ્હી,તા.૧૩
પાકિસ્તાને આજે ભારત પર યુધ્ધવિરામના ભંગનો આરોપ લગાવી કાર્યવાહક ઉપ ઉચ્ચાયુુકતને બોલાવ્યા, જયારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે યુધ્ધ વિરામ દ્વિપક્ષીય મામલો છે. પાકિસ્તાને નિયંત્રણ રેખાની પારથી ભારતીય સૈનિકો દ્વારા કોઇ પણ ઉશ્કેરણી વિના કહેવાતા સંધર્ષ વિરામ ભંગનો આરોપ લગાવ્યો તે અનુસાર તેમાં તેના એક સામાન્ય નાગરિકનું મોત થયું. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું છે કે કાર્યવાહક મહાનિદેશક (દક્ષિણ એશિયા અને સાર્ક)એ ઉપ ઉચ્ચાયુકતને બોલાવ્યા અને ચિરિકોટ સેકટરમાં ગઇકાલવે ભારતીય સુરક્ષા દળો દ્વારા કોઇ પણ ઉશ્કેરણી વિના સંધર્ષવિરામના ભંગની ટીકા કરી. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ગોળીબારના કરણ ત્રોઠી ગામમાં એક સામાન્ય નાગરિકનું મોત થયુ હતું જયારે હક્કીત એ છે કે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારમાં મંગળવારે મોડી રાતે ભારતીય સીમા સુરક્ષા દળના એક અધિકારી સહિત ચાર જવાનો શહીદ થયા હતાં.
દરમિયાન ભારતમાં આ મુદ્દા પર આજે ગતિવિધિો તેજ રહી ગૃહ સચિવ રાજીવ ગોબાએ આજે મામલાને લઇ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત કરી અને સમગ્ર મામલા પર વિસ્તૃત ચર્ચા કરી. જમ્મુ ફ્રંટિયરના બીએસએફના એડીજી કમલનાથ ચૌબેએ આજે અહીં મીડિયાથી કહ્યું કે યુધ્ધવિરામ હંમેશા દ્વિપક્ષીય નિર્ણય થાય છે અમે લોકો હંમેશા યુધ્ધવિરામના પ્રમાણિત કરતાને મેંટન કરે છે પરંતુ પાકિસ્તાન તરફથી તેનો ભંગ કરવામાં આવે છે. તેમણે અમને હંમેશા યુધ્ધવિરામ થવા અથવા યુધ્ધવિરામ નહીં થવાની સ્થિતિ માટે તૈયાર રહે છે તેમણે કહ્યું કે સીમા પર ચોકસીમાં કોઇ રીતની ઢીલાસ દાખવવી જોઇએ નહીં તેમણે કહ્યું કે ક્ષેત્રીય અખંડતાને કાયમ રાખવા માટે દરેક પધ્ધતિ અપનાવવામાં આવે છે.
પાકિસ્તાને કહ્યું કે ભારતીય સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા અને સીમાની પાસે સતત સઘન વસ્તી વાળી વસ્તીઓને નિશાન બનાવી પાકિસ્તાને કહ્યું કે ૨૦૧૭થી જ કોઇ પણ ઉશ્કેરણી વિના સંધર્ષવિરામનો ભંગ થતો રહ્યો છે. વિદેશ કાર્યાલયે કહ્યું કે જાણી જોઇ બિનલશ્કરી વસ્તીવાળી વસ્તીને નિશાન બનાવવું ટીકાપાત્ર છે અને માનવીય ગરિમા,આંતરરાષ્ટ્રીય માનવાધિકાર અને માનવીયિ કાનુનોની પ્રતિકૂળ છે