(એજન્સી)
ઇસ્લામાબાદ, તા. ૩
પાકિસ્તાનમાં ૨૫મી જુલાઇએ સામાન્ય ચૂંટણીઓ યોજાવાના થોડાક સપ્તાહો પહેલા વાયરલ થયેલા એક ટિ્‌વટમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણીઓ યોજાઇ ગઇ છે માત્ર મતદાન થવાનું બાકી છે. આગામી ચૂંંટણીઓ મુક્ત અને ન્યાયી હશે કે કેમ ? એવો જાહેરમાં પ્રશ્ન કરનારા પાકિસ્તાનીઓમાં આ લાગણી બહુ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર રાજકારણીઓની ઘણી વીડિયો ક્લિપ્સ બહાર આવી છે. મોટાભાગની ક્લિપમાં પીએમએન-એલના એક ઉમેદવારને આઇએસઆઇ એવું કહી રહી છે કે પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડશો નહીં, તમને અન્યત્ર એડજસ્ટ કરી દેવામાં આવશે. પાકિસ્તાનના માનવાધિકાર પંચના આઇએ રેહમાને જણાવ્યું કે સૈન્યનો હસ્તક્ષેપ અને રાજકીય ગોઠવણ અભૂતપૂર્વ છે. તેમણે એવું પણ જણાવ્યું કે મીડિયાને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનનું સૌથી વિશાળ મીડિયા હાઉસ જંગ ગ્રુપને પણ ચુપ કરી દેવામાં આવ્યું છે, જેને અમુક મુદ્દાઓસ્પર્શ નહીં કરવા માટે એક યાદી આપવામાં આવી છે અને હવે સૌથી વધુ આદરણીય ડોનનો વારો છે. ડોનના પ્રકાશકે તાજેતરમાં જ એવી જાહેરાત કરી હતી કે દિલ્હીમાં મોહમ્મદ અલી જિન્નાહ દ્વારા સ્થાપવામાં આવેલા અખબારની પજવણી કરવામાં આવી રહી છે. અખબારને ધમકી આપવામાં આવી રહી અને તેના પર બળજબરી કરવામાં અવી રહી છે અને ચૂંટણીઓને કારણે પાકિસ્તાનમાં પ્રેસની સ્વતંત્રતાને કચડવામાં આવી રહી હોવાથી દેશમાં લોકશાહી સામે ખતરો છે.