(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૫
અમેરિકી વિદેશ મંત્રી રેક્સ ટિલરસને કહ્યું પાકિસ્તાનમાં હજી પણ અમેરિકાના એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. પાછલા દાયકા દરમ્યાન બંને દેશોના સંબંધોમાં ઘટાડો જોવા મળ્યો છે અને અમે પરસ્પર હિત જળવાય તે માટે તેને સુધારવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે તેથી અમે તેમની પોતાની સ્થિરતા અને તેમના ભવિષ્ય તથા તેમના જ જમીની ભાગમાં આતંકવાદી સંગઠનોને સક્રિયતાની અનુમતી આપવાને કારણે તેના પર જ તોળાતા જોખમને લઈને ચિંતાઓના સંબંધમાં પાકિસ્તાનની સાથે ખુલ્લી ચર્ચા કરી રહ્યા છે. આજે તેમણે કહ્યું કે દ.એશિયાઈ દેશ પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધોમાં પાછલા કેટલાક વર્ષો દરમ્યાન ઘટાડો થયો છે. સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે બંને દેશોના પરસ્પરના હિતોને ધ્યાનમાં રાખીને સંબંધો સુધારવાની જરૂરિયાત છે. ટિલરસને વિદેશ મંત્રાલયના કર્મચારીઓની સાથે સંવાદ દરમ્યાન એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે પાકિતાન સાથેના સંબંધો પ્રભાવિત થયા છે. જો કે તેમણે આ અંગે કોઈ વિસ્તૃત સ્પષ્ટીકરણ કર્યું નથી.
મુખ્ય અમેરિકી રાજદૂતે કહ્યું કે બંને દેશોએ આ વિશે માર્ગ શોધવો પડશે કે આખા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે તેઓ કેવી રીતે સાથે કામ કરી શકે છે. ટિલરસને કહ્યું કે ક્ષેત્રમાં કામ કરવા માટે આપણને શ્રેષ્ઠ દળ મળ્યું છે. હજી ઘણું કામ કરવાનું છે. આ પહેલાં ટિલરસને ટ્રમ્પ પ્રશાસનના પ્રથમ વર્ષમાં જાહેર કરેલી વિદેશનીતિના મુખ્ય બિંદુઓમાંથી એક નવી દક્ષિણ એશિયા નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ કહીને ખૂબ જ સાહસિક નિર્ણય કર્યો કે અમેરિકા અફઘાનિસ્તાનમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ દર્શાવશે અને આતંકવાદ તથા તાલિબાનની સામે લડતું રહેશે.