લુસાને, તા.ર૪
હોકી વિશ્વ લીગ સેમિફાઈનલમાં સાતમાં સ્થાને રહી પાકિસ્તાને આગામી વર્ષ ભારતમાં રમાનાર વિશ્વકપ માટે ક્વોલીફાઈ કરી લીધું છે જે ગત વર્ષે ટુર્નામેન્ટમાંથી બહાર રહ્યું હતું. આગામી વર્ષ વિશ્વકપ ર૮ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર દરમ્યાન ભુવનેશ્વરમાં રમાશે. એફઆઈએચ રેન્કિંગમાં ૧૪મું સ્થાન ધરાવતું પાકિસ્તાન લંડનમાં વિશ્વ હોકી લીગમાં સાતમાં સ્થાને રહ્યું. જર્મની, ઈંગ્લેન્ડ, હોલેન્ડ અને બેલ્જીયમ ટોચના પાચમાં રહી ક્વોલીફાઈ કરી લીધું પાકિસ્તાન વિશ્વકપમાં સ્થાન મેળવનાર ૧૩મી ટીમ છે. યજમાન ભારત, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, કેનેડા, ઈંગ્લેન્ડ, જર્મની, આયરલેન્ડ, મલેશિયા, હોલેન્ડ, સ્પેન અને ન્યૂઝીલેન્ડ પહેલાં જ આમા સ્થાન જાળવી ચૂકયા છે.