લાહોર, તા.૭
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન જાવેદ મિયાંદાદનું માનવું છે કે પાકિસ્તાન ટીમે આઈસીસી ટુર્નામેન્ટમાં ભારત સામેની મેચો રમવી જોઈએ નહીં મિયાંદાદે પોતાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને આગ્રહ કર્યો છે કે તે દેશની આબરૂને ધ્યાનમાં રાખતા આઈસીસી ટુર્નામેન્ટમાં ભારત સાથેના અમે તેમણે કહ્યું કે ટીમે ભારત સાથેની મેચોનો બહિષ્કાર કરવો જોઈએ પાક. ટીમના કોચ રહી ચૂકેલા મિયાંદાદે કહ્યું કે, ભારત સાથે જો આપણે મેચ નહીં રમીશું તો આઈસીસી ઉપર આનાથી દબાણ વધશે અને પાક. ક્રિકેટ માટે તેમનો દૃષ્ટિકોણ બદલાશે તેમણે કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે કોઈપણ દ્વિપક્ષીય સિરીઝ રમવાનો ઈન્કાર કરતું આવ્યું છે આવામાં એ જરૂરી થઈ જાય છે કે પાકિસ્તાન પણ આનો જવાબ આપે અને આઈસીસી ટુર્નામેન્ટમાં ભારત સામે રમવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દે. પાકિસ્તાનના વિવાદોમાં રહેનારા મિયાંદાદે કહ્યું જો ભારત-પાક. આઈસીસી ટુર્નામેન્ટમાં એકબીજા સામે નહીં રમે તો આ ટુર્નામેન્ટને દર્શકો મળશે નહીં અને આઈસીસીને આનાથી મોટું નુકસાન થશે.
ત્યારબાદ આઈસીસીને આ વાતનો અહેસાસ થઈ જશે કે પાકિસ્તાનનું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શું મહત્ત્વ છે.