(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.૩
પાકિસ્તાનની જેલમાં બે માસ પહેલાં મૃત્યુ પામેલા કોડીનાર તાલુકાનાં કોટડા બંદરના માછી મારનો મૃતદેહ અંતે પ જુલાઈના રોજ કરાચીથી વાયા દુબઈથી અમદાવાદ ખાતે આવનાર ફલાઈટમાં ભારત લાવવામાં આવશે જે ૬ જુલાઈના રોજ કોટડા બંદરે પહોંચનાર છે.કોડીનારના કોટડા બંદરના દેવાભાઈ રામાભાઈ બારૈયા (ઉ.વ.પ૮) ૪ માસ પહેલાં પોરબંદરની “દેવશીવ” નામની બોટમાં માછીમારી કરવા ગયેલ ત્યારે પાકિસ્તાની મરીન સીક્યુરીટીએ તે બોટને પકડી પાડી તમામ તલાશીને જેલમાં પુરી દીધા હતા. જેમાં દેવાભાઈનું એટેકથી મૃત્યું થવા અંગે પાકિસ્તાન સતાવાળાએ ભારત સરકારને જાણ કરવાની હોય છે. જેની જાણ પાકિસ્તાન સરકારે ભારત સરકારને નહીં કરીને માનવતા ચૂક્યા હતા. અંતે દેવાભાઈના મૃત્યુની જાણ તેમની સાથે જેલમાં રહેતા પ્રવિણભાઈ ચાવડા નામના અન્ય ખલાશીએ તેમના કુટુંબી જનોને લખેલા પત્ર મારફત કરતા દેવાભાઈના પરિવાર જનને ખબર પડી હતી અને સ્વૈછીક સંસ્થાની મદદ લઈ દેવાભાઈનો મૃતદેહ તેમના વતન પહોંચશે