(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
ભારતે આજે પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે પાક. લશ્કર અમારી ચોકીઓની જાસૂસી કરવા નાગરિકો ભાડે રાખી રહી છેે. ભારતે કહ્યું કે સરહદે પાકિસ્તાન દ્વારા થઈ રહેલી ઘૂસણખોરીને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય અને જો આવો પ્રયાસ થશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તો સામે પક્ષે પાકિસ્તાનના જનરલ મિલિટર ઓપરેશનના ડિરેક્ટર મેજર જનરલ સહીર શમશેદમિર્ઝાએ તેમના ભારતીય સમકક્ષને ફોન કરીને એવો આક્ષેપ કર્યો કે ભારતીય લશ્કર બન્ને દેશો વચ્ચેની સરહદે કોઈ પણ જાતના કારણ કે ઉશ્કેરણી વગર ગોળીબાર કરી રહી છે. બપોરના ભોજન બાદ હોટલાઈન પર વાત કરતાં જનરલ ભટ્ટે મિરઝાને કહ્યું કે પડોશી દેશનું લશ્કર ભારતીય ફોરવર્ડ ચોકીઓની જાસૂસી કરવા માટે પાકિસ્તાના લોકોનો સહારો લઈ રહ્યું છે અને આતંકવાદીઓને સરહદ પાર કરવા માટે માર્ગદર્શન આપી રહ્યાં છે. તેમણે મિરઝાને આગળ કહ્યું કે આ નાગરિકોએ અમારા સ્થળોએ અવારનવાર માહિતી એકત્ર કરવાનું ચાલુ રાખ્યું છે અનએ સરહદે આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવામાં સહાય કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે દર મંગળવારે બન્ને દેશોના ડીજીએમઓ અથવા તેમના પ્રતિનિધિઓ હોટલાઈન પર વાતચીત કરતાં હોય છે. ડીજીએમઓએ વધારે ખુલાસો કરતાં કહ્યું કે ભારતીય લશ્કર વ્યવસાયવાદના અચૂક માનકોનું પાલન કરીને કોઈ પણ નાગરિકોને નિશાન બનાવવામાં માનતી નથી. ભટ્ટે મિરઝાને કહ્યું કે ભારતીય લશ્કર દેશની સરહદે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા કટીબદ્ધ છે. ભારતને થઈ રહેલા નુકશાનનુ મુખ્ય કારણ પાકિસ્તાન લશ્કર દ્વારા આતંકવાદીઓને પૂરી પાડવામાં આવી રહેલી સહાય છે. તેમણે પાકિસ્તાની ડીજીએમઓને ચેતવણી આપી કે આતંકવાદીઓને પૂરો પાડવામાં આવી રહેલો ટેકો અસ્વીકૃત છે અને લશ્કરની આવા ઉશ્કેરણીભર્યા આક્રમણનો જવાબ વાળવાનો અધિકાર છે.