(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૮
ડિસેમ્બર રપના રોજ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને મળવા માટે તેના પત્ની અને માતાને મંજૂરી અપાઈ છે. આ મુલાકાત દરમ્યાન ભારતીય હાઈકમિશન અધિકારી ઉપસ્થિત રહેશે. તેમ પાકિસ્તાની વિદેશી મંત્રાલયે જાહેરાત કરી હતી. માર્ચ-ર૦૧૬માં જાધવની પાકિસ્તાનમાં ધરપકડ થયા બાદ તેના પરિવાર સાથે આ પહેલી મુલાકાત છે. સેનાએ જાધવ સામે જાસૂસીનો આરોપ મૂક્યો છે. સેનાની અદાલતે કુલભૂષણ જાધવને ફાંસીની સજા ફટકારી છે.
પાકિસ્તાને આ મુદ્દે ભારતીય કાઉન્સિલરને મંજૂરી આપી ન હતી. વિશ્વ અદાલતે ફાંસીની સજા પર રોક લગાવી છે. પાકિસ્તાને અગાઉ જાધવની માતાને વીઝા બાબતે અવઢવની સ્થિતિ પેદા કરી હતી. પાછળથી માતા અને પત્નીને મંજૂરી આપી હતી. ભારતે ખાતરી માંગી હતી કે મુલાકાત સમયે જાધવની માતા અને પત્નીને કોઈ હેરાનગતિ કરવામાં ન આવે. પાકિસ્તાની રાજદૂત સોહેલ મહેમૂદે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મળી આ ખાતરી આપી હતી કે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના અધિકારી મોહમ્મદ ફૈઝલે કહ્યું કે જાધવની પત્ની અને માતા સાથે ભારતીય દૂતાવાસના કર્મચારીને હાજર રહેવાની મંજૂરી અપાશે.