(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર૧
પાકિસ્તાનની સ્ટાફ કમિટીના સંયુકત પ્રમુખ, ચેરમેન જનરલ ઝુબેર મહેમૂદ હયાતને ટાંંકતા એડબલ્યુડી ન્યૂઝે જણાવ્યું હતું કે, જો ઈઝરાયેલ અમારી ભૂમિ પર ચડાઈ કરવાનો પ્રયાસ કરે તો અમે યહૂદી શાસનને ૧ર મિનિટમાં ધ્વસ્ત કરી દઈશું.
જનરલ મહેમૂદ હ્યાત “ઓન રેકોર્ડ” જણાવ્યું હતું કે, તેઓ યહૂદી વિરોધી નથી, તેઓ એક સ્પષ્ટ વકતા છે અને તેમના ધ્યાનમાં છે કે પહેલા પાકિસ્તાનની “શકલ” બદલવાની જરૂર છે ત્યારબાદ તેણે વિશ્વની ચિંતા કરવાની જરૂર છે.
પેલેસ્ટાઈની લોકોના સમર્થનમાં બોલતા જનરલ મહેમૂદ હયાતે જણાવ્યું હતું કે, એ વાત સાથે સંમત થતો નથી કે યહૂદી પાકિસ્તાનના દુશ્મન છે યહૂદીવાદ અને યહૂધી ધર્મ બે અલગ-અલગ વસ્તુ છે. વસ્તુઓને હળવી કરવાની જરૂર છે. નફરતથી માત્ર નફરત જ ફેલાય છે. આ લડાઈ માનવ અધિકારોના રક્ષણ માટે છે અને દરેકને તેની તરફેણ કરવાનો અધિકાર છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન માનવ અધિકારોની પડખે છે છતાં તેની ગણતરી દાગી દેશ તરીકે જ થાય છે જો કે, પાકિસ્તાન કોઈ રીતે ઈઝરાયેલના નજીક આવવા માંગતું નથી કે તેની સાથે સંબંધો સુધારવા માંગતું નથી. જનરલ હયાતે જણાવ્યું હતું કે, ઈતિહાસ સાક્ષી છે કે, ઈઝરાયેલે હંમેશાથી પાકિસ્તાન સાથે વિશ્વાસઘાત કર્યો છે યહૂદીવાદની ચળવણ પાકિસ્તાન માટે પણ જોખમી છે જો કે ઈઝરાયેલ પેલેસ્ટીનીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.