ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ પોતાની રમતથી ઘણા લોકોને પોતાના પ્રશંસક બનાવી દીધા છે. વિરાટના આ પ્રશંસકોમાં અનેક યુવતીઓ પણ છે જે અનેક મેદાન ઉપર ‘વિરાટ મેરી મી’નું પોસ્ટર લઈ દેખાઈ જાય છે. ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ સોશિયલ મીડિયા દ્વારા વિરાટને લગ્નનો પ્રસ્તાવ આપી ચૂકી છે પણ કોહલીને હવે એવા શખ્સ તરફથી લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે. જેની તે કલ્પના પણ કરી ના શકે. તાજેતરમાં જ લાહોરમાં વર્લ્ડ ઈલેવન અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી સિરીઝ દરમિયાન એક પોલીસકર્મી એવું પોસ્ટર લઈ દેખાયો. જેમાં તે વિરાટને લગ્નનો પ્રસ્તાવ કરી રહ્યો હતો. આ પોલીસ કર્મીના હાથમાં જે પોસ્ટર હતું તેમાં લખ્યું હતું ‘વિરાટ મેરી મી’ (વિરાટ મારી સાથે લગ્ન કર) સ્વાભાવિક છે. આ પોલીસ કર્મીના પ્રસ્તાવ પર કોહલીની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા પોતે ખૂબ જ અચરજ અનુભવી રહી હશે.