કરાચી, તા.૧૩
પાકિસ્તાન આ વર્ષે નવેમ્બરમાં ત્રણ ટવેન્ટી-ર૦ મેચોની સિરીઝ માટે વેસ્ટઈન્ડિઝની યજમાની કરશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ નઝમ સેફીએ કહ્યું કે, આ પ્રવાસ માટે વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ સાથે સમજૂતી થઈ ચૂકી છે અને તેમણે આ વાતનું સમર્થન કરી દીધું છે કે તે નવેમ્બરમાં ત્રણ ટવેન્ટી-ર૦ મેચોની સિરીઝ માટે લાહોરનો પ્રવાસ કરશે સેફીએ કહ્યું કે, વેસ્ટઈન્ડિઝ સાથેની મેચોના કાર્યક્રમની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે તેમણે કહ્યું કે, શ્રીલંકા ર૯ ઓક્ટોબરે લાહોરમાં એક આંતરરાષ્ટ્રીય ટવેન્ટી-ર૦ મેચ રમશે તેમણે કહ્યું કે, હું હજી પણ શ્રીલંકાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે તે લાહોરમાં ઓછામાં ઓછી બે ટવેન્ટી-ર૦ મેચ રમે જો આ બે સિરીઝ પોતાના નક્કી સમય અનુસાર થશે તો માર્ચ ર૦૦૯માં શ્રીલંકન ટીમ ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સત્રનું પુનરાગમન થશે.
સેફીએ કહ્યું કે, વિશ્વ ઈલેવનની ટીમમાં દ.આફ્રિકાના પાંચ ખેલાડી લાહોરમાં છે પીસીબી ક્રિકેટ સાઉથ આફ્રિકાને આગામી વર્ષ દ.આફ્રિકા ટીમને ટૂંકા પાકિસ્તાન પ્રવાસ માટે મોકલવા આગ્રહ કરશે.