(એજન્સી) ઇસ્લામાબાદ,તા.૧૬
પાકિસ્તાન હજી પણ આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યુ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ હવે એવુ ઉટપટાંગ નિવેદન આપ્યુ છે કે, ભારત પોતાની ખરાબ ઈકોનોમીથી પોતાના લોકોનુ ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન પર કોઈ રીતે હુમલો કરી શકે છે.આ પહેલા ભારત પોતાના જ લોકોનો દબાવ ઓછો કરવા હુમલો કરી ચુક્યો છે.
પાકિસ્તાનમાં ભારત દ્વારા પહેલા સર્જિકલ સ્ટ્રાઈક અને પછી એર સ્ટ્રાઈકના કારણે પાકિસ્તાનની સરકારની ઉંઘ ઉડી ચુકેલી છે.કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ પાકિસ્તાનના વિરોધનો ભારતે જે રીતે જડબાતોડ જવાબ આપ્યો છે તેના કારણે ઈમરાનખાન સરકારની આ બીકમાં વધારો થયો છે.
આ સંજોગોમાં શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ હતુ કે, ભારતની ઈકોનોમી ધીમી પડી રહી છે.ભારત સરકારના પ્રયત્નો પછી પણ અર્થતંત્રમાં વેગ આવી રહ્યો નથી.આ સંજોગોમાં પાકિસ્તાન પર ભારત હુમલો કરીને પોતાના લોકોનુ ધ્યાન બીજે દોરી શકે છે.
કુરેશીએ વધુમં કહ્યુ છે કે, અમેરિકાના વિદેશ મંત્રાલય અને અમેરિકન કોંગ્રેસને પણ પાકિસ્તાને કાશ્મીરમાં બગડી રહેલી સ્થિતિ અંગે જાણકારી આપી છે.પાકિસ્તાને અમેરિકાને આ બાબતે ભારત સાથે સંપર્ક કરવા માટે અપીલ કરી છે. જોકે ભારત પર આક્ષેપ લગાવી રહેલા શાહ કુરેશીને ખબર હોવી જોઈએ કે પાકિસ્તાનની ઈકોનોમી સાવ જ તળીયે પહોંચી ગઈ છે.પાકિસ્તાનનુ દેવુ વધી રહ્યુ છે.