(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર૦
સુપ્રીમ કોર્ટે આજે પાકિસ્તાનમાં વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રને પનામા કેસ મુદ્દે જો ખોટા પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હશે તો સાત વર્ષ જેલની સજાની ચેતવણી આપી હતી.
સોમવાર ૧૦ જુલાઈથી કોર્ટની સુનાવણી શરૂ થઈ હતી. તથા કોર્ટના ત્રણ ન્યાયાધીશોએ ચેતવણી આપતા કહ્યું કે, ખોટા પુરાવાઓ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવ્યા હશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
ન્યાયાધીશ એજાઝ અફઝલે સુનાવણી દરમ્યાન શરીફના પરિવારજનોને પ્રશ્નો કર્યા કે યુ.એ.ઈ., સઉદી અરેબિયા, કતાર અને યુ.કે.માં બિઝનેસ ઊભું કરવા આટલા પૈસા કયાંથી આવ્યા.
વડાપ્રધાન નવાઝશરીફને કરપ્શનનો આરોપ લગાવવામાં આવ્યો પરંતુ તેમની વિરૂદ્ધ હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.
ગયા વર્ષે જ્યારે શરીફના પુત્ર દ્વારા પનામા પેપર્સ રજૂ કરવામાં આવ્યા તેમાં હસન નવાઝ હુસેન નવાઝ અને તેમની પુત્રી મરયમ નવાઝના નામે ઘણી બધી મિલકતો હતી જેમાં મોંઘા દાટ ફલેટ લંડનમાં હતા. વિરોધ પક્ષે જણાવ્યું કે, લંડનમાં જે મોંઘાદાટ ફલેટસ ખરીદવામાં આવ્યા છે તે તમામ ઈન લીગલ પૈસાથી ખરીદવામાં આવ્યા છે, જ્યારે શરીફના પરિવારે તમામ આરોપો નકાર્યા હતા.