(એજન્સી)
ઈસ્લામાબાદ, તા. ૩
પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે એ વાતે આંગળી ઉઠાવી છે કે શા માટે ઈમરાનખાને વિદેશી કંપનીની સંપત્તિ વેચી નાખ્યાંના દશ વર્ષ પછી પણ તેને બંધ ન કરી ? પાક.સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ઉમર અતા બંદિયાલે બુધવારે એવું જણાવ્યું કે શા માટે સંપત્તિ વેચી નાખ્યાંના દશ વર્ષ પછી નિયાઝી સર્વિસ લિમિટેડને બંધ કરવામાં આવી નથી. બંદિયાલે એ વાત પર આશંકા ખડી કરી કે ઈમરાનખાનના લંડનના ફ્લેટના વેચાણ બાદ તેના નામે કોઈ સંપત્તિ નથી આ કેવી રીતે શક્ય છે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફે એવું કહ્યું કે પાકિસ્તાનમાં લશ્કરી શાસનને કારણે દેશ સાચા પાટે ચડ્યો હતો. જ્યારે સભ્ય સરકારોએ કારણે દેશને ખૂબ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પાકિસ્તાની મુસ્લિમ લીગ નવાઝના નેતા હનીફ અબ્બાસીના વકીલ અકરામ શૈખે કહ્યું કે ખાને ૧૦ મે ૧૯૮૩ ના રોજ સ્થાપિત કરવામાં આવેલી કંપનીના બેન્ક ખાતાઓની કોઈ વિગતો આપી નથી. બંદિયાલે એવો પણ આક્ષેપ કર્યો કે ઈમરાનખાને એ વાત સાબિત કરવા કોઈ તે વખતે તેઓ લંડનમાં રહેતા નહોતા તે વાત સાબિત કરવા માટે તેમના ટ્રાવેલીંગ રેકોર્ડને સામેલ કર્યાં નથી. પીટીઆઈ ચીફે અબ્બાસી દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશિન પર જવાબ આપ્યો હતો.