(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૮
કાશ્મીરના અશાંત વિસ્તારમાં શાંતિ લાવવા પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોન દ્વારા ભારત સરકાર અને જમ્મુ-કાશ્મીર સરકારને કાશ્મીરી નીતિને પુનઃ તપાસી જવા વિનંતી કરી છે.
ડૉન અખબારે તેના તંત્રીલેખમાં લખ્યું છે કે, પ્રદર્શનોએ કાબૂમાં લેવા વધુ લોહિયાળ સ્થિતિ સર્જાય તેવા હિંસક પ્રયાસો કરવાના બદલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કાશ્મીરીઓને પુનઃ તેની નીતિઓમાં ફેરફાર કરેલ જરૂરી છે.
અખબારે તંત્રીલેખમાં ચેતવણી આપી છે કે, ખીણની અશાંતિ સામે લશ્કરી કાર્યવાહી સંપૂર્ણ નિષ્ફળ પ્રયાસ છે. જેને બદલવામાં નહીં આવે તો સમગ્ર પ્રદેશ દેખાવોના માહોલમાં ગરકાવ થઈ જશે. તેથી ભારતે કાશ્મીર મુદ્દે સન્માનજનક અને લોકોની લાગણીઓની સમજી વ્યવહાર કરવો જોઈએ. પરંતુ તે ઉમેરે છે કે આવું થાય તેવું દેખાતું નથી. શોપિયાંન જિલ્લામાં અચાનક હિંસા વધી જતાં ત્રાસવાદી અને પ નાગરિકોના મોત બાદ આ તંત્રીલેખ દ્વારા ભારત સરકારને કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ વાટાઘાટો માટે આહ્‌વાન કરાયું છે.