(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૪
ભારતીય હાઈ કમિશને પાકિસ્તાનમાં ૧૭૦ પાકિસ્તાની યાત્રિકોને દિલ્હીમાં ઉર્સમાં હાજરી આપવા માટે વીઝા આપ્યા છે. ઉર્સનો પર્વ દિલ્હીમાં નિઝામુદ્દીનની દરગાહ ખાતે હઝરત અમીર ખુસરોની મૃત્યુતિથિ તરીકે ઉજવાય છે. જે યાત્રિકોને ગુરૂવારે વીઝા અપાયા હતા એ સમજૌતા એક્ષપ્રેસ દ્વારા સોમવારે ભારત આવવા રવાના થયા હતા. યાત્રિકો સોમવારે પાકિસ્તાન પાછા જશે. પાકિસ્તાની અધિકારીના રિપોર્ટ મુજબ આ એક સકારાત્મક સંકેત છે અને આશા રાખીએ કે ભારત આગળ પણ આ રીતે વીઝા આપશે. આ પ્રકાર વીઝા આપવાના કરારો બન્ને દેશો વચ્ચે ૧૯૭૪માં થયા હતા જેથી બન્ને દેશના લોકો એકબીજા સાથે મળી શકે અને ધાર્મિક પ્રવાસનને મહત્ત્વ મળે. ભારતે ડિસેમ્બર ર૦૧૭ પછી પાકિસ્તાનના યાત્રિકોને વીઝા આપ્યા નથી.