ભાવનગર,તા.૧પ
ભાવનગર શહેરમાં આજે મોડી સાંજે યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કેટલાકના પાકીટો મોબાઈલ ચોરાતા હોબાળો મચી ગયો હતો. આ અંગે એક યુવક પકડાય જતા ભાજપના કાર્યકર્તાઓએ સખત માર મારતા યુવક અધ મુવો થઈ ગયો હતો અને સારવાર કરાવવી પડી હતી. આ અંગે તસ્કરોએ પણ ટોળા સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા ભાજપના આગેવાનોએ રીતસર એ-ડિવિઝન પોલીસ મથકમાં દેકારો મચાવ્યો હતો. આ અંગે ભાજપમાં આગેવાને એલઆઈસી વીમા એજન્ટ ઉત્તમભાઈ જેયંતીભાઈ સોલંકીએ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી બન્યા હતા. દરમ્યાન ઝડપાયેલા તસ્કર અમદાવાદમાં વટવા ક્રોસીંગ પાસે રહેતા સાદિક મહંમદભાઈ શેખ (ઉ.વ.રપ) હોવાનું અને તેની સાથે અન્ય સાથી ભાગી છુટયા હતા. જેમાં નામ મહંમદ હનીફ ત્રીજાનું નામ અસ્ફાક અને ચોથાનું નામ અસલમ છે. તમામ અમદાવાદના રહેવાસી છે.ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મનસુખ માંડવિયા શહેર પ્રમુખ તથા આગેવાનો કાર્યકર્તાના વિશાળ સ્નેહમિલનના કાર્યક્રમમાં ચોર ઝડપાતા ભારે ચકચાર મચી ગઈ હતી.
ભાવનગરમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પાકીટમારો ઝડપાયા

Recent Comments