પાલનપુર, તા.ર
પાલનપુર શહેરમાં ચાલતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો એલસીબી પાલનપુરે પર્દાફાશ કરી ૧૧ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પાલનપુર શહેર ગુરૂનાનક ચોક નજીકમાં આવેલ શિવશંકર પેટ્રોલપંપની પાછળ આવેલ મકાનમાં અસ્કાફએહમદ શફીઉલ્લાખાન કાજી (રહે. પાલનપુર ગુલમહોર બંગ્લોઝ સુખબાગ રોડ હનુમાન ટેકરી, મૂળ રહે. અમદાવાદવાળુ) મકાન ભાડે રાખી તેમાં પ્રથમ માળે પુરૂષ કર્મચારીઓ રાખી હાર્ડવેર ઈલેકટ્રોનિક ઉપકરણો ધરાવી સોફ્ટવેર દસ્તાવેજો જેવા કે લીડ/ડેટા (અમેરિકન નાગરિકોની હકીકત) તેમજ ગેરકાયદેસર પે (પે-ડે) પ્રોસેસમાં કોલીંગ માટે જરૂરી રહેતી સ્ક્રીપ્ટ મેળવી તે તમામ આધારે અમેરિકન નાગરિકોને “લેન્ડીંગ કલબ યુએસએ”ના નામથી મેજીક જેક ડિપાઈસ અને એપથી એસ.એમ.એસ. તથા કોલિંગ કરી લોન આપવાની જુદી જુદી લાલચ આપી જુદી જુદી વેરીફીકેશન ફી, લોન, એગ્રીમેન્ટ ફીના નામે ડૉલર લેવાનું જણાવી તે અમેરિકન નાગરિકો તે ડૉલર આઈટ્યુન્સના સ્વરૂપે તે આઈટ્યુન્સમાં નંબર(કોડ) જણાવેલ હોય તે આપતાં તે નંબર આધારે આગળની પ્રોસેસ કરી નાણાં મેળવી લઈ છેતરપિંડીની પ્રવૃત્તિ કરતાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા કુલ-૧૧ ઈસમો, કુલ સાધન-સાહિત્ય કિ.રૂા.૩,૮૯,૮૦૦/- સાથે (૧) આમીરખાન જાનમહંમદ મકરાણી (રહે. પાલનપુર સુખબાગ રોડ, તા.પાલનપુર), (ર) મઝહરખાન બિસ્મીલ્લાખાન પઠાણ (રહે. અમદાવાદ, શાહઆલમ, ૧૪-ડી, ગુજરાત રો-હાઉસ, રસુલાબાદ, અમદાવાદ), (૩) સંદીપ રાજપૂતસિંહ રાજપૂત (રહે. અમદાવાદ, ગોમતીપુર, સિલ્વર ફ્લેટ સી-૩પ), (૪) ઈમરાનખાન ઈસરારખાન પઠાણ (રહે. જામનગર દિગ્જામ સર્કલ તિરૂપતિ-ર પ્લોટ નં.૧૪૩/ર), (પ) અહેસાનઉલ્લા યુનુસખાન કાઝી રહે. અમદાવાદ મક્કાનગર વેજલપુર જુહાપુરા અમદાવાદ), (૬) દિપકભાઈ ડાનીયલ સેનાપતિ (રહે. તહોસીર તા.કેસીંગ જિ. કલ્લાદંડા ઓરિસ્સા, (૭) રોહન સંજુ નાયક (રહે.તહોસીર તા. કેસીંગ, જિ. કલાન્ડી ઓરિસ્સા, (૮) સુપરત ઉર્ફે પંકજ મકશીર નાયક (રહે. તહોસી તા.કેસીંગ, જિ. કલાન્ડી, ઓરિસ્સા, (૯) અપરીત રાજીવકુમાર ગુપ્તા (રહે. અમદાવાદ ઈસનપુર, વટવા, આસોપાલવ સોસાયટી, મઢુલી એપાર્ટમેન્ટ), (૧૦) જોયલ પીયુષભાઈ (રહે. અમદાવાદ ૪૧/૧, સિલ્વર ફ્લેટ, રાજપુર-ગોમતીપુર, (૧૧) અસ્ફાકએહમદ શફીઉલ્લાખાન કાઝી (મૂળ રહે. અમદાવાદ ૧૪ ચિશ્તીયા કોલોની રસુલાબાદ શાહઆલમ) હાલ રહે. પાલનપુર ગુલમહોર બંગ્લોઝ સુખબાગ રોડ, હનુમાન ટેકરીવાળાઓને પકડી પાડતાં પાલનપુર શહેર પૂર્વ પો.સ્ટે ખાતે ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી કરેલ છે.