પાલનપુર,તા.રર
એસટી કર્મચારીઓનું હડતાલના બીજો દિવસ છે સરકાર અને એસટી કર્મચારીઓ વચ્ચે પડતર માગણીઓને લઇને હજુ સુધી સકરાત્મક સમાધાન નહિ થતા સમગ્ર રાજયમાં એસટી બસના પૈડા થોભી ગયા છેબનાસકાંઠા માં ૩૩૦૦ એસ ટી કર્મચારી હડતાળ પર ઉતર્યા છે હડતાલના લીધે રોજનું ચાલીસ લાખનું નુક્શાન પાલનપુર એસ ટી નિગમ કરી રહ્યું છે આજે પાલનપુર જુના એસટી ડેપો પર એસ ટી કર્મચારીઓ હડતાલના બીજા દિવસે શર્ટ ઉતારી ગુજરાતી ગીતોના તાલે સામુહિક રીતે ઝૂમી ઉઠ્યા હતા એસ ટી કર્મચારીઓ નાચતા જોઈને સૌ કોઈ અચરજ મુકાઈ ગયા હતા છઠા પગાર પંચની માગણીને લઈને બીજા દિવસે હડતાળ પર ઉતરેલા એસટી કર્મચારીઓનું આવું વિરોધ પ્રદર્શન પહેલી વાર જોવા મળ્યું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી એસટી કર્મચારીઓની જોડે જઈ અને તેમની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા અને તેમની લડતમાં સાથ આપવા માટે હાકલ કરી હતી. એસટીની હડતાળ સંદર્ભે સતત બે દિવસથી એસટી બસના પૈડા થંભી જતા મુસાફરો હેરાન પરેશાન થયા છે.
પાલનપુરમાં S.T. કર્મીઓએ અર્ધનગ્ન હાલતમાં નાંચી વિરોધ પ્રદર્શન કર્યું

Recent Comments