પાલેજ, તા.૯
પાલેજ જીઆઈડીસીમાં કોલિયાદ રોડ ઉપર બે શકમંદોની અંગજડતી લેતા પાંચ પિસ્તોલ તેમજ બે જીવતા કારતુસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદિપ સિંહની સૂચના અને માર્ગદર્શન મુજબ અને મળેલ બાતમીના અધારે એસઓજી ભરૂચ દ્વારા પાલેજ જીઆઈડીસી વિસ્તારમાં વોચ રાખી હતી દરમિયાન એસઓજીની નજરે ૨ અજાણ્યા ઇસમો શંકાસ્પદ સ્થિતિમાં નજરે ચડતા બંનેની અંગજડતી લેતા ૫ પિસ્તોલ તથા બે જીવતા કારતુસ સાથે બે આરોપી લક્ષ્મણ ચંદુભાઈ રાઠવા (રહે.કસરવાવ, નિશાળ ફળિયા, તા.કવાંટ, જિ.છોટાઉદેપુર, હાલ રહે.પરિવાર ચાર રસ્તા, વાડિયા, વડોદરા) તેમજ બસંતસિંગ સાસટિયા (રહે.મોટી વનખડ મેમ્બર ફળિયું વખતગઢ, જિ.અલિરાજપુર) આ બંને આરોપી જીજે-૦૬-એફ.એન-૯૧૯૪ હીરો સીડી ડિલક્ષ કંપનીના મોટરસાઈકલ પર ભેગા મળી હથિયાર વેંચવાનો ધંધો કરે છે તેવી બાતમીના આધારે પો.ઈ એસ.સી.તરડે સાથે એએસઆઈ કેશવભાઈ મોહનભાઈ તથા હે.કો રાજેન્દ્રભાઈ નાથાભાઈ તથા હે.કો. ગિરીશભાઈ જેઠાભાઈ તથા પો.કો. શૈલેષભાઈ ઈશ્વરભાઈ તથા પો.કો. સુરેશભાઈ રામસિંગભાઈ વગેરે પંચોના માણસો સાથે વોચમાં હતા ત્યારે આરોપીઓને પકડી પાડી તેઓની ધરપકડ કરવામાં આવેલી છે પકડાયેલ હથિયાર પિસ્તોલ નંગ ૫ જીવતા કારતુસ નંગ ૨ તથા મોટરસાઈકલ તેમજ પકડાયેલ ઈસમોની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા મોબાઈલ મળી કુલ રૂા.૧,૫૪,૩૪૦ની મતા પોલીસે જપ્ત કરી છે.