(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
શહેરમાં પાંચ દિવસમાં સર્જાયેલા સિટી બસ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતોના પગલે પાલિકા દ્વારા સુરતના રસ્તા પર દોડતી સિટી અને બીઆરટીએસ બસની સ્પીડ કંટ્રોલ કરવા માટે આદેશ આપ્યો છે. જેથી સુરતના રસ્તા પર ૪૦ કિલોમીટરથી વધુ સ્પીડે બસ દોડતી જોવા મળશે નહીં.
પાલિકા દ્વારા સંચાલિત સિટી બસની અડફેટમાં અત્યાર સુધીમાં ૫૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગત અઠવાડિયામાં ૪ દિવસમાં ૪ અકસ્માત થતાં ભારે આકોર્શો ફેલાયો થયો હતો અને સિટી અને બીઆરટીએસ બસની સ્પીડમાં ઘટાડો કરવા માગણી થઈ હતી. સતત પાંચ દિવસ અકસ્માત બાદ પાલિકાએ તમામ બસ ઓપરેટરોને સ્પીડ ગવર્નન્સનો ઉપયોગ કરી બસની સ્પીડમાં ઘટાડો કરવાની સૂચના આપી છે. હાલ સુરતના રસ્તા પર દોડતી સિટી અને બીઆરટીએસ બસની સ્પીડ ૪૫થી ૫૦ કિલોમીટરની છે, જેને હવે ૪૦ કિલોમીટરની સ્પીડ કરી દેવામાં આવશે. પાલિકા દ્વારા બસ કોન્ટ્રાક્ટર પ્રસન્ના પર્પલ, ચાર્ટડ સ્પીડ, આદિનાથ ટ્રાવેલ્સ, હંસા ટ્રાવેલ્સ, મારુતિ ટ્રાવેલ્સને પત્ર લખીને સ્પીડમાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે.
BRTS અને સિટી બસની સ્પીડ કંટ્રોલ કરવા પાલિકા દ્વારા આદેશ

Recent Comments