સુરેન્દ્રનગર, તા. ર૯
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાઓમાં પાણીની સમસ્યા અને પાયાગત સુવિધાઓ ન મળવાના મામલે આજે લીમડી ખાતે પ૦૦ જેટલી મહિલાઓ દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારી અને વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
નગરપાલિકા લીમડીના સત્તાધિશો મહિલા મોરચો જોતાં જ પલાયન થઈ ગયા હતા. મહિલા મોરચા દ્વારા નગરપાલિકાના સત્તાધિશોના નામના છાજીયા લેવામાં આવ્યા હતા.
લીમડી અને તાલુકાઓમાં પીવાના પાણી માટે ગંભીર સમસ્યા સર્જાઈ છે. લીમડીમાં લોકોને પીવાના પાણી માટે આમતેમ ફાંફા મારવા પડે છે. જ્યારે રોડ-રસ્તા, લાઇટ, પાણી જેવી અનેક સુવિધાઓથી વંચિત રહેલા લીમડીના શહેરીજનો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારી અને ભારે વિરોધ દર્શાવાયો હતો.