અમદાવાદ, તા.૧૭
આગામી તા.૨૪મી ફ્રેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તેમના રોડ શૉ અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે જેમાં ટ્રમ્પ અને મોદીના વિશાળ રોડ શૉ રૂટના માર્ગો પર લોકો પાનની પિચકારી કે અન્ય ગંદકી કે અસ્વચ્છતા ફેલાવે નહીં તે હેતુથી એરપોર્ટથી લઇ ગાંધીઆશ્રમ અને મોટેરા તથા તેની આસપાસના વિસ્તારોમાં દુકાનો, પાનના ગલ્લા સહિતના એકમોને સીલ મારવામાં આવશે. જે અંગેની કાર્યવાહી અમ્યુકો સત્તાવાળાઓએ આજથી શરૂ પણ કરી દીધી હતી જેને લઇ સ્થાનિક દુકાનદારોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.