(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
પનામા પેપર પરના ભારતના વલણથી ‘કાળાધન’ની રાજનીતિનો પર્દાફાશ થયો. પનામા પેપર કૌભાંડમાં નામ આવતાં પાકિસ્તાની વડાપ્રધાને પણ રાજીનામું આપી દેવું પડ્યું છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પનામા પેપર કૌભાંડમાં નવાઝ શરીફ અને તેમના પરિવારને ભ્રષ્ટાચારના આરોપસર દોષી ઠેરવ્યાં હતા જે પછી તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. પાકિસ્તાની મીડિયામાં આવેલી ખબર અનુસાર, પાકિસ્તાની મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન) દ્વારા શાહીદ અબ્બાસીને વચગાળાના વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. પનામા પેપર લીક કેસમાં બોલીવૂડ શહેનશાહ અમિતાબ બચ્ચન, તથા કેટલાક બિઝનેશમેનના નામો બહાર આવ્યાં છે. પનામાની યાદીમાં બીજા પણ ૫૦૦ હસ્તીઓનું નામ આવ્યું છે. સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ લોકોએ આ અંગે રોષ વ્યક્ત કરીને એવું લખ્યું કે જો પાકિસ્તાનના વડાપ્રધાનને પણ રાજીનામું આપી દેવું પડતું હોય તો પછી ભારતમાં આવી કઠોર કાર્યવાહી કેમ ન કરવામાં આવે. પનામા પેપર ચુકાદો પરંતુ વડાપ્રધાન મોદી પનામાકાંડમાં જેમના નામો આરોપી તરીકે બહાર આવ્યાં છે તેમને કશું પણ નહીં કરે. પાકિસ્તાની કોર્ટે નવાઝ શરીફને અયોગ્ય ઠેરવ્યાં છે. પરંતુ ભારતની વાત કરીએ તો અહીં ફક્ત છાપામાં આ વાત બહાર આવી કોઈ પણ આકરી કાર્યવાહી ન કરવામાં આવી. સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ ટ્‌વીટર પર એવું લખ્યું કે પાકિસ્તાની સુપ્રીમે તેના વડાપ્રધાનને અયોગ્ય જાહેર કરી દીધાં પરંતુ ભારતીય સુપ્રીમ કોર્ટે તો સહારા-બીરલાની તપાસ કરવાનો પણ ઈન્કાર કરી દીધો. પનામા પેપરમાં ૫૦૦ ભારતીયોના નામો બહાર આવ્યાં છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. – આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહી, – ભ્રષ્ટાચાર વિરોધી કોઈ કાયદો નહી, – કોઈ લોકપાલ નહી, – બેનામી સંપત્તિ પર કોઈ કાયદો નહી, – વિપક્ષોને હેરાન પરેશાન કરવા સીબીઆઈનો ઉપયોગ. ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા તેના માર્ચ ૨૦૧૭ ના એક લેખમાં પનામા પેપરનો પર્દાફાશ કરવામાં આવ્યાં બાદ પનામા પેપરની તપાસનો ભાગ બનેલા એક પત્રકારે એવું કહ્યું કે પનામાકાંડ બહાર પડ્યે એક વર્ષ થયું તે પછી ટેક્સ સત્તાવાળાઓ દ્વારા ૧૬૫ જવાબ મેળવી લેવામાં આવ્યાં છે. ગત મહિને યોજાયેલી મલ્ટી એજન્સી ગ્રુપની છેલ્લી બેઠકમાં જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર મોસાક ફોનેસ્કાના ભારતીય ગ્રાહકોની સંખ્યા કે જેમના પાન નંબરોને શોધી કાઢવામાં આવ્યાં છે તેની સંખ્યા વધીને ૪૨૪ થઈ. જોકે પનામા પેપરમાં દર્શાવવામાં આવેલા ૬૦ બીજા ભારતીયોનું હજુ સુધી પગેરૂ શોધી શકાયું નથી.