નવી દિલ્હી,તા.૬
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને નાણા મંત્રાલયે પત્ર લખીને કહ્યું છે કે પાન કાર્ડમાં બાળકોને પોતાના પિતાનું નામ ના લખવાનો વિકલ્પ આપવામાં આવે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કહ્યું છે કે ડિવોર્સી, સિંગલ મધર્સ અથવા પતિથિ અલગ થઇ ચુકેલી મહિલાઓના બાળકોને પાન કાર્ડમાં પિતાનું નામ ના લખવાનો વિકલ્પ આપવો જોઇએ. મેનકા ગાંધીએ પીયૂષ ગોયલને આ મામલે ચિઠ્ઠી લખીને પાન કાર્ડની એપ્લીકેશન ફોર્મને ફરીથી તપાસવા માટે કહ્યું છે.
એક રિપોર્ટ અનુસાર મેનકા ગાંધીએ સિંગલ મધર્સ દ્વારા આવેદનોને દાખલ કરવામાં સુવિધા પ્રદાન કરવા માટે પીયૂષ ગોયલને પત્ર લખીને પાન કાર્ડની એપ્લીકેશન ફોર્મની પુનઃ તપાસ કરવા માટે કહ્યું છે. ગાંધીનું કહેવું છે કે પતિથી અલગ થઇ ચુકેલી મહિલાઓ પોતાના બાળકોના દસ્તાવેજોમાં પૂર્વ પતિનું નામ આપવા ઇચ્છતી નથી.
નાણા મંત્રાલયને લખેલી પોતાની ચિઠ્ઠીમાં ગાંધીએ લખ્યું, ’આવી સિંગલ મધર્સની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા, એમેન વિભિન્ન સરકારી અધિકારીઓની સમક્ષ દાખળ કરવામાં આવેલ અનુપ્રયોગો પર પોતાના પૂર્વ પતિઓના નામોનો ઉલ્લેખ ના કરવાનો વિકલ્પ આપવો મહત્વપૂર્ણ છે.’ ગાંધીએ એવું પણ કહ્યું કે સિંગલ મહિલાઓ બાળકોને દત્તક લઇ રહી છે અને એમનું મંત્રાલય એમને પ્રાથમિક્તા આપી રહી છે. એવા કેસોમાં બાળકોના કોઇ પિતા હોતા નથી જેનું નામ પાન કાર્ડ પર આપી શકાય.