(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૭
રાજય સરકાર દ્વારા મહેસુલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરીનું એકત્રીકરણ કરી મહેસુલી તલાટીઓને પંચાયત વીભાગમા પ્રતિનિયુકિત પર મુકવાના નિર્ણયનો આજે મહેસુલ વીભાગના તલાટીઓએ વીરોધ દર્શાવી કલેકટરને આવેદનપત્ર આપી વહીવટ બગડવાની તેમજ મહેસુલી તલાટીઓના હકકોને નુકસાન પહોંચવાની ચીંતા વ્યકત કરી હતી
રાજય સરકાર દ્વારા મહેસુલી તલાટી અને પંચાયત વીભાગના તલાટી કમ મંત્રીની કામગીરીનું એકત્રીકરણ કરી મહેસુલી તલાટીઓને પંચાયત વીભાગમાં પ્રતિનીયુકિત પર મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મહેસુલ વીભાગના ૪૧૯૯ તલાટીની જગ્યા પૈકી અંદાજે ૬પ૦ જેટલી કસ્બા તલાટીની જગ્યાઓ બાદ કરી બાકીની જગ્યાઓ પંચાયત વીભાગ હસ્તક તકદીલ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે જેના વીરોધમા આજે આણંદ જીલ્લાના મહેસુલી તલાટીઓએ કલેકટર ડો.ધવલકુમાર પટેલને આવેદન પત્ર આપી રાજય સરકારના આ નિર્ણયથી વહીવટ ઉપર અસર પડશે તેમજ મહેસુલી તલાટીઓના હકોને નુકસાન થશે તેવી શકયતાઓ વ્યકત કરી હતી
મહેસુલી તલાટી અશ્વીનભાઈ પ્રજાપતિએ આ અંગે જણાવ્યુ હતુ કે મહેસુલી તલાટી તથા પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરીનું એકત્રીકરણ કરી મહેસુલી તલાટીઓને પંચાયત વીભાગમાં પ્રતીનીયુકત કરવાના નિર્ણયથી મહેસુલી તલાટીઓને મહેસુલ વીભાગમાં મળતા લાભો, નાયબ મામલતદાર સંવર્ગમા મળતી બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના હીતોને નુકસાન થવાની ચીંતા પ્રસરી રહી છે.
આ પ્રસંગે તલાટી ગૌતમભાઈ ચૌધરી, હીતેશભાઈ ચૌધરી, અશોકભાઈ રાઠોડ, સંજય શાહ અને રઘુવીરસીંહ ચાવડા સહીત મોટી સંખ્યામાં મહેસુલી તલાટીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને મહેસુલી તલાટીઓને પંચાયત વીભાગ હસ્તક પ્રતીનીયુકિત પર મુકવાના નીર્ણયનો વીરોધ દર્શાવ્યો હતો.