(એજન્સી) પુલવામા, તા.૧૩

જ્યારે કાશ્મીર ૩ માસથી  અશાંતિની આગમાં બળી રહ્યું છે ત્યારે દક્ષિણ કાશ્મીરમાં પંડિતો, મુસ્લિમો અને શીખોએ પરસ્પરનાં મૈત્રીપૂર્ણ સંબંધોને જીવંત રાખી કોમી એખલાસનો દાખલો બેસાડયો હતો.  મુસ્લિમો અને શીખોએ સ્થાનિક પંડિતોનાં લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં આ તમામ સમુદાયનાં લોકોએ સાથે મળીને ગીતો ગાઈ ડાન્સ કરીને ઉજવણી કરી હતી.  જાનૈયાઓમાં મુસ્લિમો અને પંડિતો સામેલ હતા.  આશુ-ટિકુ, તહબ પુલવામાના રહેવાસી મહારાજા ટિકુનાં લોસ્વાની, પુલવામાની નીશુ પંડિતા સાથે આજે વિવાહ થયા હતા.  પ્રાચિન પરંપરાને જાળવી રાખતા વર કન્યાનાં ઘરે ૧૧ કલાકે પહોંચી ગયો હતો અને રોજના ૮ કલાકે પાછો ફર્યો હતો. કન્યાને પોતાના ઘરે લાવતા પહેલાં ત્યાં મુસ્લિમો અને પંડિતો સહિતના જાનૈયાઓ સાથે વરે ૯ કલાક પસાર કર્યા હતા.  તહબ ખાતે આશુના નિવાસસ્થાને સ્થાનિક મુસ્લિમોએ તમામ કાર્યોમાં પરિવારને મદદ કરતા આયોજન સંભાળી લીધું હતું તેમણે લાકડા, તંબુઓની વ્યવસ્થા કરી, પ્રાંગણની સાફ-સફાઈ કરી  ઘર અને આંગણાને શણગાર્યા હતા.  જ્યારે બે સમુદાયની મહિલાઓ જમ્મુથી લગ્ન સમારંભમાં હાજરી આપવા આવેલી પંડિત મહિલાઓ સાથે કાશ્મીરી ગીતો ગાઈ રહી હતી અને નૃત્ય કરી રહી હતી ત્યારે એક આકર્ષક દૃશ્ય સર્જાયું હતું. મહેમાનોમાં મુસ્લિમો અને પંડિતો હતા.  મુસ્લિમો અને શીખોના પુરૂષો અને મહિલા સહિત પંડિત મહેમાનો માટે  જમણનું આયોજન, તંબુઓ ગોઠવવા, ઘરને શણગારવું જેવા કાર્યોમાં વ્યસ્ત હતા.  અગાઉ બન્ને સ્થળોએ મહેંદી રાત દરમ્યાન બન્ને સમુદાયની મહિલાઓઅ આખી રાત કાશ્મીરી ગીતો ગાયા હતા.  “અમારો ભાઈચારો ગમે તેવી પરિસ્થિતિમાં પણ ક્યારેય મટશે નહીં. અમે સહિષ્ણુતા, બંધુત્વ અને પ્રેમપૂર્વક હળી મળીને રહીએ છીએ અને રહીશું અને આ જ છે કાશ્મીરિયત, તેમ લોસ્વાની ખાતેનાં એક સ્થાનિક, સરદાર કિરપાલસિંહે જણાવ્યું હતું.