અંકલેશ્વર, તા.૧
અંકલેશ્વરના ઉદ્યોગોને ક્રિટિકલ ઝોનમાંથી નીકળ્યા બાદ પ્રદુષિત પાણી છોડવા છૂટો દોર મળ્યો છે. તેવું લાગી રહ્યું છે. ચાલુ વર્ષે વરસાદ આવે કે ના આવે રોજે રોજ પ્રદુષિત પાણી ક્યાંકને ક્યાંક ઉભરાઈ રહ્યું છે. વનખાડી, અમરાવતી નદી, આમલાખાડી, છાપરા ખાડી અને વરસાદી કાંસોમાં બસ કેમિકલ યુક્ત પાણીની માયાજાળ પથરાય છે. સી.પમ્પીંગ સ્ટેશન નજીક કેમિકલ પાણીનું તળાવ ઉભરાયું છે. જી.આઈ.એલ. કંપની પાછળ ખુલ્લામાં પાકા કાંસમાં પીળાં રંગનું એસિડિક પાણી વહી રહ્યું છે. વાલિયા ચોકડી નજીક આશિર્વાદ હોટલ ખુલ્લા વરસાદી કાસમાં બાકોરું પાડી લાલ રંગના પાણીનો નિકાલ થઇ રહ્યો છે.
એક તરફ હાઇકોર્ટ અને એનજીટીનો કેસ પ્રદુષણના મામલે ચાલી રહ્યો છે. તો બીજી તરફ ૧૮(બી) ની સીપીસીબી એક્ટના લીધે ઉદ્યોગો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાનો હવાલો આપી તેને દૂર કરવા રાજ્ય અને કેન્દ્રમાં ઉદ્યોગકારો દબાણ કરી રહ્યા છે. તે વચ્ચે છેલ્લા ૧ મહિનામાં જ પ્રદુષિત પાણીની જાણે નદીઓ વહી રહી હોય તેમ ચારેકોર પ્રદુષિત પાણી ફેલાઈ રહ્યાની રોજ રોજ બૂમ પડી રહી છે. ભૂતિયા કનેક્શન જીપીસીબીએ શોધવાનું ચાલુ કરતા જ તે કામગીરી અટકાવા ગાંધીનગર સુધી દોડધામ કરતા ઉદ્યોગકારો દ્વારા પોતા તાબા હેઠળ એસેટમાં પણ પ્રદુષિત પાણી જાહેરમાં આવતા અટકાવી શક્યા નથી જે જોતા ક્રીટીકલ ઝોનમાંથી નીકળ્યા બાદ પ્રદુષિત પાણી જાહેરમાં છોડવાનું ઉદ્યોગકારોને લાઇસન્સ મળ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમભાઈ પટેલ દ્વારા ફરી એકવાર ૩ સ્થળે પ્રદુષિત પાણી વહી રહ્યું હોવાના ફોટા વાઇરલ કર્યા છે. તો તેમના દ્વારા આ સિલસિલો નહિ અટકે તો હવે વધુ એક કોર્ટ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
અંકલેશ્વરના ઉદ્યોગો દ્વારા પુનઃ પ્રદૂષિત પાણી ખાડીઓમાં છોડવાનું જારી

Recent Comments