માંગરોળ, તા. ર૬
માંગરોળ તાલુકાના શીલ તાબાના પોલીસ સ્ટેશનમાં દિવાસા આત્રોલી રોડ પર બનેલા બનાવ અંગે પાણી ચોરી ની છ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ બાબતે ઉમેશભાઈ દીનેશભાઈ ઝાલાવડીયા સેકશન હેડ રણજીત બિલ્ડકોન લી. થલતેજ, અમદાવાદવાળાએ રાણાભાઈ જેતાભાઈ કોડીયાતર, સામદભાઈ રામભાઈ ઓડેદરા, ધાનાભાઈ જેતાભાઈ કોડીયાતર, સુરેશ ગળચર, પેથાભાઈ નાથાભાઈ ગળચર, લીલભાઈ ઝીણાભાઈ ચુડાસમા વિરુદ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓ એ પાણી પુરવઠા ની સરકારી પાણી ની લાઈન મા ચેડાં કરી, ગેરકાયદેસર રીતે કનેકશન નાખી અને અલગ અલગ જગ્યાએ સરકાર શ્રી ની માલિકીના પાણી ની અંદાજિત રૂપિયા ૨ લાખ ૨૦ હજાર ના પાણી ની ચોરી કરી, જાહેર સરકારી મિલકતને નુકસાન કરી ગુનો કર્યા અંગે ની ફરિયાદ શીલ પોલીસમાં નોધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ ની વધુ તપાસ શીલના એએસઆઇ.એ.એસ. ચોવાટ કરી રહ્યા છે.