(એજન્સી) નવી દિલ્હી, તા., ૮
દિલ્હીમાં ભૂતળના ઘટાડાના સ્તરના લીધે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યકત કરી છે. સુપ્રીમ કોર્ટે કહયું કે સ્થિતિ એ છે કે રાષ્ટ્રપતિ ભવન તેમજ તેની પાસે પણ ભુતળ સ્તર નીચે આવી ગયું છે.
કેન્દ્રીય ભૂતળ બોર્ડ દ્વારા રજુ કરેલા રિપોર્ટ પર ન્યાયમૂર્તિ મદન બી લોકુરની અધ્યક્ષતાવાળી પીઠને જાણવા મળ્યું કે પાટનગરમાં ભૂતળનું સ્તર દિવસેને દિવસે ઘટાડો થતો જોવા મળ્યો છે. સ્થિતિ એ થઇ કે રાષ્ટ્રપતિ ભવન તેમજ બિરલા મંદિરની પાસે પણ ભૂતળનું સ્તર અત્યંત નીચું થતું જોવા મળ્યું છે. પીઠે કહ્યું કે સ્થિતિ ગંભીર થતી જોવા મળી છે.
સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા રજૂ એડિશ્નલ સોલીસીટર જનરલ એએનએસ નાદકર્ણીએ પણ ભુતળના ઘટાડાના સ્તરની ચિંતા વ્યકત કરીને કહયું હવેનું વિશ્વયુધ્ધ પાણીના લીધે થશે. તેના પર પીઠે કહ્યું કે તમે વિશ્વયુધ્ધ વાત ભૂલી જાવ દિલ્હીમાં પાણીને લઇને યુદ્ધ શરૂ થવા જેવી સ્થિતિ છે.
પીઠે કહ્યું કે દિલ્હીની સ્થિતિ ગંભીર થઇ ચૂકી છે. ભૂતળના ઘટાડાના લીધે દિલ્હીના વધુ પડતા ભાગોમાં સમસ્યા ગંભીર છે.