(એજન્સી)
તિરૂવનંતપુરમ, તા.૧પ
રવિવારે કેરળ પોલીસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ) જેવા નેશનલ યુથ ફ્રન્ટ્‌સના પ્રદર્શનકારીઓને વિખેરવા માટે મોટા પ્રમાણમાં પાણીનો મારો ચલાવ્યો.
નેશનલ યુથ ફ્રન્ટ્‌સ દ્વારા સ્ટુન્ડન્ટ્‌સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસએફઆઈ)ના કાર્યકર્તા અખિલ પર થયેલા હુમલાનો વિરોધ કરવા માટે રવિવારે યુનિવર્સિટી કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
૧ર જુલાઈના રોજ એસએફઆઈના સભ્યો અને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે સર્જાયેલી અથડામણ દરમિયાન બી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં અખિલ પર કેમ્પસ (પરિસર)ની અંદર છરા વડે હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે કેરળ પોલીસે રવિવારે હત્યાનો પ્રયાસ અંગેના આરોપો હેઠળ એસએફઆઈના સભ્યો વિરૂદ્ધ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે. હાલ તો અખિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. ત્યારે રવિવારે ૩ શખ્સોની અને તે પહેલા ૧ શખ્સની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના ઘટ્યા બાદ ઘાયલ થયેલો અખિલ ત્રિવેન્દ્રુમ મેડિકલ કોલેજમાં ધસી આવ્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનનું નેતૃત્ત્વ કેએસયુ, એમએસએફ અને એબીવીપીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.