(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૮
છેલ્લા ૩ માસમાં ૭થી વધુ કેનાલોમાં સુરેન્દ્રનગર જિલ્લામા ગાબડાં પડ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને એક બાજુ સિંચાઇ માટે પાણી લેવા દેવામાં આવતું નથી અને બીજી-બાજુ ગાબડાઓના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લીમડી અને અનેક તાલુકાઓમાંના અનેક તાલુકાઓમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, ત્યારે ખેડૂતોએ મહા મુસીબતે પોતાનો પાક બચાવ્યોે છે. ત્યારે આજે નર્મદા કેનાલની લીમડી તાલુકાની સિયાની માઈનોર કેનાલમાં મસ્માસ્તું મોટું ગાબડું પડતાં ખેડૂતોના પાક પાણીમાં દુબિયા હતા. ત્યારે ગાબડાંના કારણે દુષ્કાળના વર્ષમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામા છેલ્લા બે માસમાં પાટડી, ધાગધ્રા, લીમડી, વઢવાણ અને અનેક તાલુકામાં નર્મદા વિભાગના નબળા કામની પોળ છતી થઈ છે. ત્યારે કેનાલોમાં ગાબડાંઓ પાડવાથી ખેડૂતોના વાવેતરને લાખો રૂપિયાનું મોળા વર્ષમાં નુકસાન વેઠવું પડી રહ્યુ છે. હાલ લીંબડી તાલુકાના શિયાણી ગામે જાંબુ માઈનોર કેનાલમાં ૧૫ ફૂટનું ગાબડું પડતાં હજારો લીટર પાણીનો બગાડ થયો હતો. સાથોસાથ એક ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ જતાં ઘંઉના ઊભા પાકને નુકસાન થયું હતું. જેને કારણે ખેડૂતોએ કેનાલના કામમાં ભ્રષ્ટાચારની રાવ કરી હતી. જ્યારે નર્મદાના અધિકારીઓ ઓવર ફલોને લીધે ગાબડું પડયાનો રાગ આલોપ્યો હતો.