(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૧૩
વાપી નગરપાલિકા તરફથી પાણી વેરો ડબલ કરતા તેની સામે વાપી નગરપાલિકા સામે ધરણા કરીને પાણીવેરા ચલનોની હોળી કરી હતી. મળતી માહિતી મુજબ વાપી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કનેકશન દીઠ લેવાતા પાણી વેરા હવે ફલેટ દીઠ લેવાતા કોંગ્રેસ સમિતિએ ધરણાનો કાર્યક્રમ કર્યો હતો. આ ધરણાનું આયોજન વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશી, વાપી નગરપાલિકા વિરોધપક્ષના નેતા ખંડુ પટેલ, વલસાડ જિલ્લા માયનોરીટી ચેરમેન ખલીલ ગોદાલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ મંત્રી ફરહાન બોઘા, વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ શિલ્પાબેન પટેલ, વાપી શહેર માયનોરીટી પ્રમુખ હનીફ અજમેરી, આદિવાસી સેલ પ્રમુખ જીતુ નાયકા, મહિલા કોંગ્રેસ પ્રદેશ મંત્રી આશાબેન દુબે, પારડી તાલુકા પ્રમુખ ભરતભાઈ પટેલ, વાપી તાલુકા પ્રમુખ રમેશ પટેલ વાપી શહેર કોંગ્રેસ જનરલ સેક્રેટરી ઉમાશંકર યાદવ, રાજેશ યાદવ, તાહીર અન્સારી મહંમદ આઝાદ શટરવાલા, વિશ્વનાથ રાય વગેરેએ કર્યુ હતું.