(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.ર૯
અંકલેશ્વર એન.ડી.નગર ખાતે વીજ ટ્રાન્સફર્મર પાણી ગરક થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વરસાદનું પાણી ટ્રાન્સફર્મર આજુબાજુ ફળી વળ્યું હતું. સદ્‌નશીબે જીવંત વીજ તાર ખૂલ્લા ના હોવાથી લોકોએ રાહ અનુભવી હતી. વીજ નિગમ દ્વારા ટ્રાન્સફર્મર પ્લેટફોર્મ ઊભું કરી વાયરો ઉપર કરવા લોકોની માગ કરી હતી.
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ એન.ડી. નગર વિસ્તારમાં આજરોજ વરસાદના પાણી ઘૂંટણ સુધી ભરાવો થયો હતો તે દરમિયાન સોસાયટી નાકા પર આવેલ વીજ ટ્રાન્સફર્મર પણ પાણી ગરક થઇ ગયો હતો. ત્યાં ફાઉન્ડેશન નથી તેમજ વીજ પોલ પર ફ્યુઝ પેટી અને ટ્રાન્સફર્મર છે તો તેના વાયરો પાણી ગરક હતા. જો કે વાયર કોઈ જગ્યા કટ ના હોવાથી લોકો રાહત અનુભવી હતી નહીં તો વરસાદના પાણી કરંટ ફેલાવાની દહેશત ઊભી થઇ હતી. જે પાણી સોસાયટીમાંથી પસાર થયું હતું જેને લઇ સ્થાનિક રહીશોમાં ડર જોવા મળ્યો હતો. રહીશો દ્વારા વીજ નિગમ દ્વારા અહીં ફાઉન્ડેશન ઊંચુ બનાવી નીચે લટકતા વાયરો પણ ઉપર કરવા માગ કરી હતી.