અમદાવાદ, તા.ર૮
પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ ખાતે તા.૧૮-૯-૧૮ને મંગળવારના રોજ ૩ વાગ્યે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પેન્શનને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
પેન્શનને લગતી ફરિયાદો શ્રી.બી.બી.પ્રજાપતિ, આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર જનરલ, પેન્શન સેક્સન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ-૩૮૦૦૦૧ને મોડામાં મોડી તા.૧૦-૮-૧૮ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે.