(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની બીએસસી કોલજેમાં અભ્યાસ કરતાં િંડડોલી વિસ્તારના યુવકે પરીક્ષાના બે પેપરો ખરાબ જતાં ગળેફાંસો ખાઈ લઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાય જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલી-નવાગામ વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં ૨૦ વર્ષીય વિવેક સુજીતભાઈ મિશ્રા પરિવાર સાથે રહેતો હતો. વિવેક કોસંબા ખાતે આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં બીએસસી સેમ-૨માં અભ્યાસ કરતો હતો. હાલ પરીક્ષા ચાલતી હોવાથી થોડો તણાવમાં આવી ગયો હતો. દરમિયાન બે પેપર ખરાબ જતાં વધુ ટેન્શનમાં આવી ગયો હતો. ગત રોજ રાત્રે જમીને વાંચવા માટે રૂમમાં ગયો હતો. ત્યારબાદ માતા પાણીને લઈને જતા પુત્ર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પુત્રએ પંખા સાથે કેબલ વાયર બાંધી ફાંસો ખાઈ લેતા માતાએ બૂમાબૂમ કરી હતી. જેથી લોકો એકઠાં થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, પરિવારમાં બે પુત્રો છે વિવેક બીએસસીમાં અભ્યાસ કરતો હતો. જ્યારે મોટો ભાઈ યુએસએમાં નોકરી કરે છે.