અમદાવાદ, તા.રપ
બિન સચિવાલયની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે તપાસ કરવા મામલે સીટની રચના કરાઈ હતી ત્યારે સીટની ટીમને મોટી સફળતા મળી છે. પેપર લીક કાંડમાં સંડોવાયેલા ૬ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં અમદાવાદના દાણીલીમડાની એક સ્કૂલની પણ પેપરલીક કાંડમાં સંડોવણી બહાર આવી છે. બિન સચિવાલય પેપર લીક કાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. બિન સચિવાલયના પેપર લીક કરનાર ૬ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પેપર લીક કાંડમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત ૧૭ નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-૩ની ભરતી પરીક્ષાને ૧૬ ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી.
બિન સચિવાલય પેપર લીક માટે ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે આ મામલે ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રવિણદાન ગઢવી, સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલા, ફખરૂદ્દીન, સ્કૂલના સંચાલક ફારૂકભાઈ, દીપક જોષી અને લખવિંદર સિંહનો સમાવેશ થાય છે. લખવિંદર સિંહ કૉંગ્રેસનો કાર્યકર્તા છે.
રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, દાણીલીમડાની એક સ્કૂલમાં પેપર લીક થવા મામલે તપાસ હાથ ધરાઇ હતી. જે મામલે અત્યાર સુધીમાં ૬ લોકોને ધરપકડ કરાઇ છે. પેપર લીક કરવા મામલે પ્રવીણદાન ગઢવી મુખ્ય સુત્રધાર છે. પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની સંડોવણી છે. ફકરૂદ્દીને પેપરનું સીલ તોડીને ફોટા પાડ્યા હતા. કોંગ્રેસનો કાર્યકર લખવિંદરસિંહ આમાં સામેલ છે. આ સિવાય પાલીતાણાનો વતની રામ ગઢવી, મહોમ્મદ ફારૂક, દિપક જોશી સહિતના લોકોએ અહીંથી પેપર લીક કરવામાં ભાગ ભજવ્યો હતો.
પોલીસે ૧૧ મોબાઇલ જપ્ત કર્યા હતા. મોબાઇલ હ્લજીન્માં મોકલાયા હતા. વોટસએપ અને ટેલિગ્રામમાં પરીક્ષા પહેલા જવાબ ફરતા થયા હતા. પ્રવિણદાન ગઢવીનું નામ આવ્યું હતું. તપાસ કરતા દિપક જોશીનું નામ ખુલ્યું. દાણીલીમડાની એક સ્કૂલ ખાતે કાવતરૂં ઘડાયું હતું. પ્રવીણદાન ગઢવી મુખ્ય સૂત્રધાર છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાયન્સ લેબોરેટરીમાં મોકલેલા પુરાવાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. સુરેન્દ્રનગર મુદ્દે તપાસ ચાલુ છે. વોટ્‌સએપ સ્ક્રીનશોટના આધારે આ સમગ્ર ખુલાસો થયો છે. ૩૦ લોકોના અત્યાર સુધી નિવેદન લેવાયા છે. જે લોકોએ બેનિફિટ લીધો છે તેમની સામે કાર્યવાહી થશે. વિજયસિંહનો સંપર્ક પ્રવિણદાને કર્યો હતો. મહત્વનું છે કે પોલીસે પરીક્ષા સેન્ટરોના સ્ટાફની વિગતો મંગાવી હતી. પરીક્ષાના દિવસની સ્ટાફની કાર્યવાહીની દેખરેખની તપાસ કરવામાં આવશે. પોલીસે તમામ જિલ્લાના ડ્ઢર્ઈં પાસે વિગતો માગી છે. કેન્દ્રોના સંચાલકોનાં નામ, સરનામા તથા મોબાઈલ નંબર મંગાવવામાં આવ્યા છે. સુપરવાઇઝર અને કર્મચારીઓના વિગતો મંગાવવામાં આવી છે. સાથે જ એજન્સી દ્વારા કઈ તારીખ, કેટલા વાગે પેપર પહોંચાડવામાં આવ્યા તેની માહિતી પોલીસે મંગાવી છે. મહત્વનું છે કે, સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં ગૌણ સેવા પસંદગી મંડળના સેક્રેટરીએ ફરિયાદ નોંધાવી હતી.

ક્યારે શું બન્યું

• ૧૭ નવેમ્બરના રોજ પરીક્ષા શરૂ થતાં જ ગેરરીતિઓના વીડિયો વાઈરલ
• ૧૮ નવેમ્બરે કોઈ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનો સરકારે દાવો કર્યો.
• ૨૨ નવેમ્બરે ઉમેદવારોએ ગેરરીતિ મામલે ગૌણ સેવા પસંદગી મંડળમાં રજૂઆતો કરી
• ૨૯ નવેમ્બરે કોંગ્રેસે સામૂહિક ચોરીઓના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા
• ૨ ડિસેમ્બરે પંસદગી મંડળે રજૂઆતો સાંભળવાનું જ બંધ કરી દીધું.
• ૩ ડિસેમ્બરે પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું
• ૪ ડિસેમ્બરે પુરવા છતાં સરકારે પેપર લીક થયું હોવાનો ઈન્કાર કર્યો
• ૧૪ ડિસેમ્બરે હ્લજીન્એ એક કલાક પહેલા પેપર લીક થયું હોવાનું સ્વિકાર્યું.
• ૧૬ ડિસેમ્બરે એટલે કે મહિના પછી સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો
• ૨૫ ડિસેમ્બરે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી