(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
શહેરના મુજમહુડા રોડ પર શિવાજીના સ્ટેચ્યુ પાસે આજે સવારના સમયે દ્વિચક્રી વાહન લઇને જઇ રહેલા એક ચાલકનો પોલીસની વાન સાથે અકસ્માત સર્જાયો હતો. જે બાદ અહીં તૈનાત ટ્રાફિક પોલીસે દ્વિચક્રી વાહનચાલક ભાર્ગવ પાસે લાયસન્સ સહિતના કાગળો માંગ્યા હતા. જે સામે દ્વિચક્રી વાહનચાલક સામે પોલીસી વાનના ચાલકના કાગળિયા માંગ્યા હતા જે બાદ વિવાદ થયો હતો. જોત જોતામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. જેથી મામલો વધુ બિચક્યો હતો.
આ સમયે અહીં આવી પહોંચેલી પીસીઆર વાનમાં સવાર પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસમાં વાહન હંકારનાર પોતાના જવાનને લઇને રવાના થઇ ગયા હતા. આથી લોકોનો ઉશ્કેરાટ વધ્યો હતો. ત્યારે પોલીસ કર્મચારી પાસે લાયસન્સ સહિતના કાગળો હતા કે, કેમ તેનો સવાલ ઉભો થયો હતો. ત્યાં હાજર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, પોલીસ વાનનો ચાલક ચાલુ વાહને પીચકારી મારવા જતાં અકસ્માત સર્જાયો હતો. જો કે, યોગ્ય તપાસ બાદ અકસ્માતનું સાચું કારણ જાણવા મળી શકે તેમ છે.
વાહન અને પોલીસની વાન વચ્ચે અકસ્માત સર્જાયો : કાગળિયા માંગતા મામલો બિચક્યો

Recent Comments