બેતાબ હૈ ઝોક, આઘી કા
ખુલતા નહીં ભેદ ઝિંદગી કા
– અલ્લામા ઈકબાલ

પરાગનયન એ કુદરતની એક પ્રક્રિયા છે. જેમાં એક પુષ્પની પરાગરજ અન્ય ફૂલના પરાગકોષ સુધી સ્થાનાંતરિત કરવામાં આવે છે. મધમાખીઓ અને અન્ય કીટકો વિના પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. કીટકો ફૂલની મધ્ય સુધી જાય છે જ્યાં સ્થિત પરાગકોષમાંથી પરાગરજ લઈને બીજા પુષ્પના છત્ર પર જમા કરે છે. આ પ્રકારે પરાગનયનની પ્રક્રિયા પૂરી થાય છે. મધમાખી અને અન્ય કીટકો વિના આર્થિક રીતે મહત્ત્વ ધરાવતી અનેક ઉપજો બિનફળદ્રુપ રહી જાય છે અને પુનરુત્યાદન માટે અસમર્થન બને છે.
ફોટોગ્રાફર હીથર એન્જલે પરાગનયનની કળાને કેટલીક તસવીરોમાં કેદ કરી છે. જે અલ્લાહ સુબહાનહુ વ ત’આલાએ કુર્આનમાં વર્ણાવેલી હકીકતનું પ્રતિબિંબ પાડે છે.
પ્રથમ તસવીરમાં કેલિફોર્નિયામાં થતા ‘પોપી’ નામના વૃક્ષના પુષ્પોમાંથી પરાગરજ એકઠી કરી રહેલા કીટક અને મધમાખીની આ આકર્ષક ઝલક છે.
બીજી તસવીરમાં ગુંજારવ દ્વારા થતા પરાગનયનની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. આ પ્રક્રિયામાં કેટલીક મધમાખીઓ પુષ્પની નીચે ગુંજારવ કરે છે, જેના કારણે સ્પંદન પેદા થાય છે અને પુષ્પમાંથી પરાગરજ મુક્ત થાય છે, જે મધમાખીઓના શરીર ઉપર પડે છે. કુદરતે રચેલી આ આહ્‌લાદક પ્રક્રિયા ખરેખર તેના અસ્તિત્વના અહેસાસને વધુ દૃઢ બનાવી જાય છે.