બેતાબ હૈ ઝોક, આંઘી કા
ખુલતા નહીં ભેદ ઝિંદગી કા
– અલ્લામા ઈકબાલ
પરાગનયન એ કુદરતની એક પ્રક્રિયા છે. જેમાં એક પુષ્પની પરાગરજ અન્ય ફૂલના પરાગકોષ સુધી સ્થાનાંતરિત કરવામાં આવે છે. મધમાખીઓ અને અન્ય કીટકો વિના પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. કીટકો ફૂલની મધ્ય સુધી જાય છે જ્યાં સ્થિત પરાગકોષમાંથી પરાગરજ લઈને બીજા પુષ્પના છત્ર પર જમા કરે છે. આ પ્રકારે પરાગનયનની પ્રક્રિયા પૂરી થાય છે. મધમાખી અને અન્ય કીટકો વિના આર્થિક રીતે મહત્ત્વ ધરાવતી અનેક ઉપજો બિનફળદ્રુપ રહી જાય છે અને પુનરુત્યાદન માટે અસમર્થન બને છે.
ફોટોગ્રાફર હીથર એન્જલે પરાગનયનની કળાને કેટલીક તસવીરોમાં કેદ કરી છે. જે અલ્લાહ સુબહાનહુ વ ત’આલાએ કુર્આનમાં વર્ણાવેલી હકીકતનું પ્રતિબિંબ પાડે છે.
આ તસવીર જાસૂદના પુષ્પ પર બેઠેલા ચાઈનીઝ પીકોક નામના પતંગિયાની છે, જે પોતાની પાંખના અંદરના ભાગમાં પરાગરજ એકઠી કરીને લઈ જાય છે.
બીજી તસવીરમાં દેખાતું સનબર્ડ નામનું આ સુંદર પક્ષી પુષ્પના આગળના નાનકડા ભાગમાંથી સાવધાનીપૂર્વક પોતાની ચાંચ વડે ફૂલોનો રસ એકઠો કરવા પ્રયાસ કરી રહ્યું હતું. તે સમયે આ તસવીર લેવામાં આવી હતી.