(એજન્સી) ડેટ્રોઈટ, તા.૩૧
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓને લલચાવવા વીઝા કૌભાંડામાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ગુનાહિત કેસોનો સામનો કરી શકે છે કે સ્વદેશ પરત ફરી શકે છે કે સ્વદેશ પરત ફરી શકે છે. અમેરિકી એજન્સીએ અમેરિકી યુનિવર્સિટીઓમાં પ્રવેશનું કૌભાંડ શોધી કાઢ્યા બાદ ૮ જેટલા ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડો કરી છે. એન્ફોર્સમેન્ટ એજન્સીએ દરોડા પાડ્યા બાદ ધરપકડો થઈ હતી. તેમ ડેટ્રોઈટ ન્યુઝે જણાવ્યું હતું.
ધરપકડ કરાયેલા ૮ વિદ્યાર્થીઓ સામે ગેરલાયક વિદ્યાર્થીઓને નકલી દસ્તાવેજો મારફતે વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ અપાવવાનો આરોપ છે. તેમ ઈમીગ્રેશન અધિકારીએ જણાવ્યું હતું. દરોડા મીસૂરી, ન્યુજર્સી, નોર્વાક, જ્યોર્જીયા, ઓહીયો, ટેક્સાસમાં પડાયા હતા.
જેમની ધરપકડ કરાઈ છે તેમાં (૧) ભરત કાકરેડ્ડી, (ર) આશ્વંથ નૂન, (૩) સુરેશ રેડ્ડી, (૩) ફનીદીપ કરનાટી, (૪) પ્રેમકુમાર રામપેસા, (પ) સંતોષ રેડ્ડી, (૬) અવિનાશ થક્કલ વેલી અને (૭) નવીન પ્રથીપતિનો સમાવેશ થાય છે.
અમેરિકી એજન્સીએ કહ્યું કે નકલી કોલેજો અને યુનિવર્સિટીઓ કે જેમના વર્ગ-સ્ટાફ કે અભ્યાસક્રમ નથી તે કોલેજોમાં નકલી દસ્તાવેજોના આધારે ભરતી કરાઈ હતી. જેમાં પ્રવેશ મેળવનારા મોટાભાગના ભારતીયો હતા. ઘણા વિદ્યાર્થીઓ કે જેમણે નકલી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમને કસ્ટડીમાં લેવાયા છે.
ધરપકડ કરાયેલા લોકો સામે વીઝાકાંડનું કાવત્રુ રચવાના, અને લાભ માટે આવા લોકોને આશ્રય આપવાનો આરોપ લાગ્યો છે. તેમણે નોન ઈમીગ્રાંટ સ્ટેટસ માટે સર્ટીફીકેટ મેળવવા નકલી આવેદન કર્યા હતા. ઘણા લોકોએ નકલી યુનિવર્સિટીઓમાં ભરતી દ્વારા હજારો ડૉલર ભેગા કર્યા હતા.
દરમ્યાન અમેરિકી સૂત્રોનું કહેવું છે. ઈમીગ્રેશનના નિયમોના ભંગ બદલ ૬૦૦ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ છે. અમેરિકન તેલુગુ એસોસીએશન (એટીએ) અનુસાર યુએસની ઈમીગ્રેશન એજન્સી દ્વારા કરાયેલા દરોડામાં ભારતીયોની અટકાયત કરાઈ છે. તેમનું કહેવું છે કે આ કાર્યવાહી એવા વિદેશી વિદ્યાર્થીઓ પર કરાઈ છે જેઓ અનુમતિ વગર અમેરિકામાં રહેતા હતા. હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે કહ્યું કે તેણે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવાયા હતા. અટકાયત કરાયેલા ૮ વિદ્યાર્થીઓ સામે ૬૦૦૦ જેટલા વિદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે અમેરિકા માટે મદદ કરવાનો આરોપ છે. એટીએનો સંપર્ક કેટલાક વકીલોએ કર્યો હતો. એ વાતની પુષ્ટિ થઈ હતી કે ૬૦૦ વિદ્યાર્થીઓની ધરપકડ માટે વારેંટ બજાવાયું છે. ફર્મીંગટન યુનિવર્સિટી સાથે સંકળાયેલા ૧૦૦ વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ છે. ૮ એજ્યુકેશનલ કન્સલટંટની ધરપકડ કરાઈ છે. એટીએ દ્વારા આ બાબતે ભારતીય રાજદૂત હર્ષવર્ધન સિંગલા અને એટલાન્ટાના કોન્સ્યુલેટ જનરલ ડૉ. સ્વાતિ વિજય કુલકર્ણીને મળી આ અંગે જાણ કરી હતી.
સપ્ટેમ્બર ૧૪-ર૦૧૭ના રોજ ઝાકીર રેડ્ડી યુનિવર્સિટીમાં ગયા હતા અને પ હજાર ડૉલર વિદ્યાર્થીઓની ભરતી માટે ભેગા કર્યા હતા. બે માસ પછી થાકાપલ્લીએ પ હજાર ડૉલર એકઠા કર્યા હતા. સંતોષ અને કંડાલાએ ર૦ હજાર ડૉલર એકઠા કર્યા હતા. જૂન-ર૦૧૮માં તેમણે બીજા ર૦ હજાર ડૉલર મેળવ્યા હતા. તેમણે એજન્ટ સાથે મળી વધુ વિદ્યાર્થીઓની ભરતીની ખાત્રી આપી હતી. અમેરિકી તેલુગુ એસોસીએશન એટીએ સક્રિય બની મદદ પહોંચાડી રહ્યું છે.