જામનગર, તા. ૯
જામનગર નજીકના હાપા નજીકના મગફળીના ગોડાઉનમાં થોડા સમય પહેલા આગ લાગી હતી ત્યાં આગામી ૧ર ઓગસ્ટએ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ઉપવાસ આંદોલન કરશે. આ કાર્યક્રમમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે. હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી કૌભાંડ થયાનો વિષય બન્યો છે. જેમાં મગફળી ગોડાઉનમાં આગ, મગફળીમાં ભેળસેળ વગેરેનો સમાવેશ થાય છે.
જામનગર નજીકના એક મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. આ પ્રશ્ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી આગામી તા. ૧ર ના જામનગર આવશે અને આગના સ્થળે એક દિવસનું ઉપવાસ આંદોલન કરશે. આ કાર્યક્રમમાં જામનગર, દ્વારકા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પણ જોડાશે.