(એજન્સી) ભોપાલ, તા. ૧૬
પોતાના નિવેદનો માટે હંમેશા વિવાદોમાં રહેતી માલેગાંવ બ્લાસ્ટ કેસની આરોપી અને ભાજપની ભોપાલમાંથી લોકસભા બેઠકની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો છે. પ્રજ્ઞા ઠાકુરે કમલ હાસનના એ નિવેદન બાદ આ ટીપ્પણી કરી છે જેમાં તેમણે ગોડસેને ભારતનો પ્રથમ આતંકવાદી ગણાવ્યો હતો. પ્રજ્ઞાએ કહ્યું કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા અને હંમેશા રહેશે, આમ તો જે લોકો તેમને આતંકવાદી કહે છે તેમણે પોતે પોતાનામાં ઝાંખીને જોવું જોઇએ. આવા લોકોને ચૂંટણી બાદ જવાબ મળી જશે. દરમિયાન નાથુરામ ગોડસે અંગેના નિવેદન પર ભાજપ પ્રજ્ઞા ઠાકુર સાથે કહમત નથી. ભારતીય જનતા પાર્ટના નેતા જીવીએલ નરસિમ્હા રાવે નિવેદન આપ્યું હતું, નથુરામ ગોડસેના સાધ્વી પ્રજ્ઞાના નિવેદનનું ભાજપ સમર્થન નથી કરતું. અમે આ સ્ટેટમેન્ટની નિંદા કરીએ છીએ અને પાર્ટી તેમની પાસે આ સ્ટેટમેન્ટ અંગે સ્પષ્ટતા માગશે. તેમણે આ નિવેદન પર જાહેરમાં માફી માગતું નિવેદન આપવું પડશે. ભાજપના નિવેદન બાદ પ્રજ્ઞાએ માફી માગી હતી. અને પોતાનું નિવેદન પરત લીધું હતું.
આ પહેલા કમલ હાસને કેટલાક દિવસ પહેલા કહ્યં હતું કે, આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હિંદુ હતો અને તેનું નામ નાથુરામ ગોડસે હતું. પ્રજ્ઞા ભોપાલમાંથી ભાજપની ઉમેદવાર છે અને તેનો સામનો આ બેઠક પર કોંગ્રેસના દિગ્વિજયસિંહ સામે છે. આ બેઠક પર મતદાન ૧૨મી મેએ સમાપ્ત થઇ ચુક્યું છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને હંમેશા માટે રહેશે. અને લોકો તેમને આતંકવાદી ગણાવે છે તેમને ચૂંટણીઓ બાદ જવાબ મળી જશે. પ્રજ્ઞા ઠાકુર કેટલાક દિવસ પહેલા એ સમયે વિવાદોમાં આવી હતી જ્યારે તેણે મુંબઇ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા એટીએસના પ્રમુખ હેમંત કરકરેને શ્રાપ આપવાની વાત કરી હતી. પ્રજ્ઞાએ કહ્યું હતું કે, તેણે જ હેમંત કરકરેને શ્રાપ આપ્યો હતો જેના કેટલાક દિવસ બાદ તેમનું મોત થઇ ગયું હતું. સાધ્વીએ એક કાર્યક્રમમાં માલેગાંવ બ્લાસ્ટ કેસમાં હિરાસત દરમિયાન હેમંત કરકરે પર યાતના આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમણે એટલી યાતનાઓ આપી હતી અને ગંદી ગાળો આપી હતી જે મારા માટે અસહનીય હતું. ત્યારે મેં કહ્યું હતું કે તારો સર્વનાશ થશે. મારા શ્રાપના સવા મહિનામાં જ કરકરેને આતંકવાદીઓએ ગોળીઓ મારી હત્યા કરી હતી. આ નિવેદનથીભાજપની મુશ્કેલીઓ વધી ગઇ હતી. જોકે,વિવાદ વધથા પ્રજ્ઞાએ માફી માગી હતી.

જો નાથુરામ દેશભક્ત હતો
તો શું મહાત્મા ગાંધી દેશદ્રોહી
હતા ?ઃ સોશિયલ મીડિયા પર ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં

માલેગાંવ બ્લાસ્ટની આરોપી અને ભાજપની ભોપાલમાંથી લોકસભા બેઠક માટે ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરસિંહે મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવી ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે. પત્રકારના સવાલના જવાબમાં પ્રજ્ઞાએ કહ્યું હતું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. એક તરફ ભાજપે તેેના નિવેદન સાથે છેડો ફાડ્યો છે જ્યારે કોંગ્રેસના સૂરવેવાલાએ કહ્યું છે કે, હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, ભાજપના લોકો ગોડસેના વંશજ છે. એક ટિ્‌વટરાતીએ લખ્યું છે કે, મોદી અને અમિત શાહના પ્રિય મહિલા નેતા પ્રજ્ઞા ઠાકુરે ફરી એકવાર ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવીને સમગ્ર દેશનું અપમાન કર્યું છે. આ ગાંધીવાદી મૂળ સિદ્ધાંતોનો તિરસ્કાર કરવાનો ઘૃણાસ્પદ ભાજપનું કાવતરૂં છે.