(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં રહેતી એક પરિણીતા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનારા પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવતા માંડવી પોલીસે આઈપીસી-૩૭૭ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના તડકેશ્વર ગામની નવી નગરી ખાતે એક મહિલા રહે છે. તેણીના લગ્ન ઈબ્રાહીમ મોહંમદ ઈલ્યાસ નુરગત સાથે થયા હતા. ગત તા.૧૮મી નવેમ્બર ૨૦૧૭ના રોજથી અત્યાર સુધીમાં પતિ તથા આરોપી ઈબ્રાહીમ ઈલ્યાસ નુરગને તેણીને સાથે સૃષ્ટિ વિરદ્ધનું કૃત્ય કર્યું હતું. આ સાથે સસરા મોહંમદ ઈલ્યાસ ગુલામ નરગન, સાસુ શીરીન મોહંમદ ઈલ્યાસ તથા દિયર ઈસ્માઈલ મોહંમદ ઈલ્યાસ વગેરેઓએ દહેજ પેટે રૂ.૨૫ લાખની માંગણી કરી રસોઈ બનાવતા આવડતું નથી. તેમ જણાવી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. મહેણા ટોણા અને મારથી કંટાળી ગયેલી પરિણીતાએ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૭, ૪૯૮ ક, ૩૨૩ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.