(સંવાદદાતા દ્વારા)
માળિયામિંયાણા, તા.૨૩
પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરનાર પતિ, સાસુ, સસરા સહિત સાત સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર માળિયામિંયાણાના ભોળીવાંઢ વિસ્તારમાં પરણાવેલી હનીફાબેન હૈદરભાઈ અબ્દુલભાઈ જેડાને તેના પતિ સાસુ, સસરા સહિતના સાત આરોપીએ શારીરિક-માનસિક ત્રાસ આપી તું અમને ગમતી નથી તેમ કહીં ઢોર માર મારી પરિણીતાને ઝેરી દવા પીવા મજબૂર કરી એક બીજાને મદદગારી કરનાર આરોપીઓ ઈશાક ફતેમામદ કટિયા, શરીફાબેન ફતેમામદ કટિયા, ફતેમામદ ઈશાક કટિયા, નશરૂદ્દીન ફતેમામદ, રફીક ફતેમામદ, રેશમાબેન ફતેમામદ કટિયા, રૂકશાનાબેન ફતેમામદ કટિયા આ સાતેય આરોપી વિરૂદ્ધ પરિણીતાના પિતાના પતિ હૈદર અબ્દુલ જેડાએ માળિયા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં અગાઉ માળિયા પોલીસ મથકે ખેતરમાં ઝેરી દવા છાંટવાથી ઝેરી અસર થતા મોત થયાની એડી દાખલ થયા બાદ લાશનું પીએમ કરાવી મૃતકની બોડી પરિણીતાના પિતાને ત્યાં અમદાવાદ મોકલાવી આપતા ત્યાં મૃતક પરિણીતાના શરીર પર ઢોરમાર માર્યાના નિશાન જોઈને મૃતક પરિણીતાના પિતાએ માળિયા પોલીસ મથકે સાસરિયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જે.ડી.ઝાલાએ તપાસ હાથ ધરી હતી.