ઈરાનથી આવી ગુજરાતના  સંજાણ બંદરે ઉતરી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા સૌમ્ય પ્રકૃતિ ધરાવતા  પારસી બિરાદરોનો ગુરૂવારે પતેતીનો તહેવાર હતો. પારસી ભાઈ-બહેનોએ રાજયના વિવિધ જિલ્લામાં આવેલી પારસી અગિયારી ખાતે એકઠા થઈ પ્રાર્થના કરી એક બીજાને નવરોઝ મુબારક પાઠવ્યા હતા. અમદાવાદના  ખમાસા ચાર રસ્તા પાસે આવેલી અગિયારી ખાતે ઉમટી પડેલા પારસી પરિવારોએ આનંદ ઉલ્લાસ સાથે પતેતી ઉજવી નવરોઝ મુબારક પાઠવ્યા હતા.